Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૨૨૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
અર્થ–અર્થ ઉપરગણાવ્યા છે તેમાંના આજ્ઞાર્થ અને વિધ્યર્થ ના કેટલાક અર્થ સરખા છે. આજ્ઞાર્થમાં આજ્ઞા ઉપરાંત આશીર્વાદને કે શાપ –નઠારું થાય એવી ઈચ્છાને-પણ અર્થ છે. વિધ્યર્થમાં વિધિ એટલે શાસ્ત્રની આજ્ઞા કે પ્રેરણા, ઉપદેશ, ફરજ, અને ફરમાશના અર્થ છે. કર' ધાતુની આજ્ઞાર્થને વિધ્યર્થનાં રૂપાખ્યાન નીચે પ્રમાણે છેઆજ્ઞાર્થ
વિધ્યર્થ એ. વ. બ. વ. એ. વ. બ. વ. ૧લે પુ. હું કરું અમે કરીએ મારે કરવું અમારે કરવું રજે ! તું કર-કરજે તમે કરે તારે કરવું તમારે કરવું –કરની-કરજેની કરજે-કરની, તેણે કરવું તેમણે કરવું
કરજેની ૩જે પુ. તે કરે તેઓ કરે
અર્થને કાળને સંબંધ–આજ્ઞા વર્તમાન કાળમાંજ થઈ શકે છે. વિધ્યર્થમાં પ્રેરણા ને ઉપદેશ રહ્યા છે, તે સર્વ કાળને લાગે છે.
રૂપમાં ફેર–આજ્ઞાર્થનાં રૂપ વર્તમાન કાળનાં રૂપથી સહજજ જુદાં છે. માત્ર બીજા પુરુષમાં જ ફેર છે. વિધ્યર્થનાં રૂપ સામાન્ય કૃદન્તથી થાય છે. ક્રિયા અમુક કાળમાંજ સંકુચિત નથી, સર્વ કાળને લાગુ પડે છે; માટે કૃદન્ત સામાન્ય કૃદન્ત કહેવાય છે.
સિંધી સિવાય બધી ઈડે -આર્ય ભાષામાં રજા પુરુષના એકવચનમાં ધાતુનું મૂળ રૂપજ વપરાય છે; મરા--હસ; હિંદી-વિય
બીમ્સ કહે છે કે ગુજરાતની ઉત્તર તરફની પ્રાન્તિક બેલીમાં આજ્ઞાર્થના બીજા પુરુષના એકવચનમાં ‘ય’ ઉમેરાય છે, જેમકે, કર્ય, બેલ્ય, ચાલ્ય.
આ રૂપને પ્રયોગ ચોતરમાં વિશેષ છે. અમુક પ્રદેશમાં સંકુચિત હવાથી એ પ્રાન્તિકજ ગણાય.