Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૨૩૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કરે છે, “કરતે હતો, એવું રૂપ વપરાય છે ત્યારે પણ તે કિયાની. અપૂર્ણતાને અર્થે આવે છેજ. એક દિવસ કિયા થાય છે કે થઈ રહી ત્યાર પછી બીજે દિવસે તેજ કિયા થતી નથી કે થઈનહેતી એમ નથી, પરંતુ બીજે દિવસે, ત્રીજે દિવસે, એમ જ થાય છે કે થતી હતી. આમ વિચારતાં સમજાશે કે કરે છે ને કરતા હતા એ અપૂર્ણ ક્રિયા દર્શાવે છે.
કર્યું છે, કર્યું હતું–બંને રૂપમાં કિયા ભૂત કાળમાં થઈ છે ને પરિપૂર્ણ થઈ છે. પરંતુ પહેલા રૂપમાંથી એ અર્થ નીકળે છે કે કિયા ભૂતકાળમાં થઈ છે, પરંતુ તેની અસર હાલ ચાલુ છે, એ અથવા તે ભૂત કાળમાં થયેલી કિયાની વર્તમાન સ્થિતિ એ અર્થ એમાંથી નીકળે છે. આ કારણથી એને પૂર્ણ વર્તમાન કાળ કહ્યો છે; કેમકે કિયા પૂર્ણ થઈ છે અને તેની અસર વર્તમાન કાળ સાથે જોડાયેલી છે. કર્યું છે ને કરેલું છે માં ભેદને એટલે જ ભાસ છે કે પ્રથમ રૂપ કરતાં બીજું રૂપ વધારે પાછલી કિયા બહુધા દર્શાવે છે. આ કારણથી પ્રથમ રૂપને અદ્યતન પૂર્ણ વર્તમાન ને બીજા રૂપને અનદ્યતન પૂર્ણ વર્તમાન કહ્યું છે. એમાં “અદ્યતન” એટલે આજનું, અર્થાતુ પાસેનું અને અનદ્યતન’ એટલે તેને મુકાબલે દૂરનું, આજનું નહિ.
કર્યું, કરતો હત–પહેલા રૂપમાં જેમ અમુક સમયની નિયન્ત્રણ આવે છે, તેવી બીજામાં આવતી નથી. “કર્યું' એ રૂપ “અમુક સમયે” એવા શબ્દની સાથે બધા વપરાય છે; અને એવા શબ્દ નથી વપરાતા તેપણ એ રૂપમાંથી એવા શબ્દના સંબંધના અર્થને ભાસ થાય છે.
કરવાનું છે, કરવાને હત–આ અને એની સાથેનાં રૂપમાં ભવિષ્ય કાળની સાથે વર્તમાન અને ભૂતને અર્થ જોડાયેલ છે. પરંતુ એમાં ક્રિયા કરવાની ઈચ્છાને અર્થ રહે છે, તેથી એ અર્થને આધારે