Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
પ્રાગ
૨૪૧ ૧. ને ૨. નિયમમાં બધા કહ્યું છે તે બેલ, “પામ, વગેરે ધાતુને અપવાદ ઉપર આપ્યો છે તે લક્ષમાં રાખીને કહ્યું છે.
સામાન્ય કૃદન્ત-સામાન્ય કૃદન્તને પ્રત્યય સંસ્કૃત વિધ્યર્થના પ્રત્યય પરથી આવ્યો છે. ભૂત કૃદન્તની પેઠે એ પ્રત્યય સકર્મક ક્વિાપરમાં કર્મણિ છે માટે એ કૃદન્ત તેમજ એ કૃદન્ત ક્રિયાપદ તરીકે વપરાયે હોય ત્યાં તે ક્રિયાપદ કર્મણિ પ્રગમાં છે.
ઈચ્છાવાચક રૂપ, જે સામાન્ય કૃદન્તનું પશ્યન્ત છે, તે કર્મનું વિશેષણ હોય તે પ્રયોગ કર્મણિ છે.
બેલ, “પામ વગેરે ધાતુને અપવાદ આ રૂપને લાગતું નથી. મારે એ પુસ્તક જેવું છે. તમારે આટલાં બધાં કામ કરવાનાં નથી.
તેને ચોપડી વાંચવી ગમતી નથી. - તમારે આવાં વચન બોલવાં નહિ.
તમને આટલું બધું ખોટું લાગવું ન જોઈએ.
ઉપસંહાર–આ પ્રમાણે વ્યુત્પત્તિની દૃષ્ટિએ પ્રગની પરીક્ષા કરી. કર્તરિ, કર્મણિ, ને ‘ભાવે એ શબ્દ અનુક્રમે “ક, કર્મન, ને ભાવના સમ્યન્ત છે અને એને અર્થ “કર્તાના અર્થમાં કર્મના અર્થમાં” ને “ભાવના અર્થમાં” એ થાય છે. ક્રિયાપદના કે કૃદન્તના રૂપથી કર્તા, કર્મ, કે ભાવ, જેનું અભિધાન થતું હોય, તેના પ્રયોગમાં તે રૂપ કહેવાય છે.
પ્રત્યયની વ્યુત્પત્તિ–સંસ્કૃતમાં કર્મણિ રૂપ ચ પ્રત્યયથી થાય છે, પ્રાકૃતમાં એને ઈંગ કે રંગ થાય છે.
મૂ-સં. મ; પ્રા. હોમ-હોન્નદ્ અપભ્રંશgધુ કુંળીતિમ ગાળાગા
(ત્ર મનુષ્યત્વે જ્ઞાયતે–અહિં મનુષ્યત્વ જણાય છે.)