Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૨૬૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પ્રમાણે સંસ્કૃતમાં એક પદમાં, સમાસમાં, અને ધાતુ અને ઉપસર્ગની વચ્ચે સંધિ અવશ્ય કરવી પડે છે. સંસ્કૃતમાં સ્વરે સાથે આવે કે તે બે મળીને એક નવીન વર્ણ થાય છે; બે સ્વર બદલાયા વિના સાથે આવી શકતા નથી.
પ્રાકૃતમાં અનાદિ વ્યંજને લેપાઈ બે કે વધારે સ્વર સાથે આવે છે, જેમકે માતા–બાગ; jમr; ટોઝાર; વિડ્યો. આજ પ્રમાણે ગુજરાતીમાં પણ સ્વરે સાથે આવી શકે છે. જૂની ગુજરાતીમાં, અપભ્રંશને અનુસારે “દેખઈ “કરઇ“સાંભલઉં, છઈ” “તણઉં, “હઉં, “પાલિઈ, “ધર્મિઇ, “પ્રમાદિઉ “થકઉ” થઉં, “હુંતઉ “કહુઈ “પર”, “અનઈ –આવાં રૂપમાં સ્વરે સાથે આવતા. આગળ જતાં, “અને “એ” અને “અઉને ” લખવાને પ્રચાર થયે; જેમકે, “ઈને બદલે “છે “દેખઈને બદલે દેખે,” “કરઈ ને બદલે “કરે, ‘તણઉં” ને બદલે “તણું, ને હઉ ને બદલે હું, આમ સંધિ થઈ સ્વરે જોડાતા થયા, પરંતુ હજી પણ છે ગુજરાતીમાં એ, “એ પ્રત્યે જડ્યા વિના લખવાને પ્રચાર બહુધા ચાલે છે, જેમકે, “નદીઓ.” “નદીએ. પરંતુ એ સ્થળે કેટલાક લેખક . સ્વરેને સાથે આવતા અટકાવવા ઈકારાન્ત નામના એને એની પૂર્વે લઘુપ્રયત્ન કાર મૂકે છે, તેમજ કિયાપદના રૂપમાં ઇકાર પછી એ હોય તો તેની પૂર્વે પણ લઘુપ્રયત્ન કાર મૂકે છે, જેમકે “નદિયે.” નદિયે, લખિયે. આ પ્રચાર પ્રાકૃતના સમયથી ચાલે છે. પ્રાકૃત વ્યાકરણમાં જ્યાં અનાદિ કુ, ગૂ, ચૂ, જ, ત્, ૬, ૫, યૂ, , લેપાય છે ત્યાં એથી પર લધુપ્રયત્ન કારની શ્રુતિ થાય છે. એ ... કવચિત્ લખાય છે અને કવચિત્ નથી લખાતે; જેમકે નર–નવાં; મૃg-મચં; નવ-નયનં. હેમચન્દ્રના સમયથી આ યકારશ્રતિને પ્રચાર ચાલતો જણાય છે. વરરુચિના “arછતારા' નામના પ્રાકૃત વ્યાકરણમાં કે માર્કડેયના “પ્રકાસર્વવ'માં અકારશ્રુતિ જણાતી નથી.