Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
વિશેષણ: પ્રકારાદ્ધિ
૧૮૧
વળી સંખ્યાવાચક વિશેષણ સંખ્યાના અંશ કે આવૃત્તિ દર્શાવે, માથી સંખ્યાંશવાચક અને સંખ્યાવૃત્તિવાચક, એવા એ વિભાગ થાય છે.
સંખ્યાંશવાચક-અર્ધું, પાણું, સવા, દોઢ, અઢી–(ક્રમવાચક) સવાયું, દેઢું, અઢીમું (સંખ્યાંશપૂરક) સંખ્યાવૃત્તિવાચક-એકવડું, બેવડું, બમણું, ત્રમણું, ત્રગણું,
ચારગણું
કેટલાક સંખ્યાવાચક શબ્દમાં સમૂહના અર્થ છે; તે નામ છે, વિશેષણ નથી. તેને સંખ્યાસમૂહવાચક નામ કહેવાં.
સંખ્યાસમૂહવાચક-બેલું, તરી, ચાક, પંચું, છકકું, સસ્તું, અડું, આદું, નવું, ઇસકેા, કુંડી, શૈકું, પંચક, સપ્તક,
અષ્ટક, દશક.
સ્વરૂપ પ્રમાણે વિભાગ-સ્વરૂપ પ્રમાણે તમામ વિ શેષણના બે પ્રકાર થાય છે. કેટલાંકમાં જાતિ કે વચનને લીધે રૂપમાં ફેરફાર થતા નથી ને કેટલાંકમાં થાય છે. ફેરફાર થાય છે તે વિકારી અને નથી થતા તે અવિકારી છે.
વિકારી-સારા–રી–રું; પહેલા-લી-લું; બીજો-જી–જું; અર્ધો-ધી ; દોઢો ઢી ઢું; એવડા–ડી–ડું; ત્રમણેાણી-છું; અઢીગણા—ણીશું; વગેરે. અવિકારી–સુંદર, કોમળ, સુકુમાર, કઠણ, એક, બે, ત્રણ,
વગેરે.