________________
૧૮૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
પ્રકરણ ૧૭મું
વિશેષણ: પ્રકારાદિ લક્ષણ ને વિભાગ–અગાઉ દર્શાવ્યું છે તેમ વિશેષણ એ નામની અંદર વિશેષ મૂકનાર ઉપાધિને–ગુણને વાચક છે. એ ઉપાધિ ગુણ હોય કે સંખ્યા હેય. સંખ્યા એ પણ વસ્તુતઃ ગણત્રીને ગુણજ છે. આ પ્રમાણે વિશેષણના ગુણવાચક ને સંખ્યાવાચક એવા બે વિભાગ થાય છે. કેટલાંક વિશેષણ કિયાવાચક હોય છે (બેસતું, ઊઠતું, ગયું, ગયેલું, થનારું). એ કૃદન્ત વિશેષણ છે. એનું વિવેચન કૃદન્તમાં આવશે. વિશેષણ નામમાં વિશેષ ધર્મ મૂકે છે, માટે જે નામમાં વિશેષ મુકાયો હોય એવું નામ વિશેષ્ય કહેવાય છે.
ગુણવાચક–સુંદર, વિરૂપ, ખાટું, મીઠું, વગેરે. સંખ્યાવાચક-બે, ચાર, થું, ડું, ઘણું, વગેરે.
સંખ્યા નિશ્ચિત હોય કે અનિશ્ચિત હોય, એમ નિશ્ચિતસંખ્યાવાચક અને અનિશ્ચિત સંખ્યાવાચક એવા બે પેટા ભાગ થાય છે. નિશ્ચિત સંખ્યાવાચક–બે, ચાર, દસ, અધું, દેતું, પહેલું,
બીજું અનિશ્ચિત સંખ્યાવાચકડું, ઘણું, એણું, વસું
વળી નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ સંખ્યાને કમ દર્શાવે કે સંખ્યા પૂરી કરે–સંખ્યાના પૂરક થાય; આ પ્રમાણે સંખ્યાકમવાચક અને સંખ્યા પૂરક એવા એ પ્રકારના બે વિભાગ થાય છે.
સંખ્યામવાચક–એક, બે, ત્રણ, વગેરે સાપૂરક-પહેલું, બીજું, ત્રીજું, વગેરે