Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૧૫૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ મરાય નહિ, શિક્ષા કરાઈનહિ વગેરેમાં પ્રધાન કર્મ અભિહિતહેવાથી પ્રથમામાં છે અને ગૌણ કર્મ અનભિહિત હવાથી દ્વિતીયામાં છે.
અત્યન્તસંગ-કાળ અને સ્થળની મર્યાદાને અર્થ બતાવનારા શબ્દ સંસ્કૃતમાં દ્વિતીયામાં આવે છે. અંગ્રેજી ભાષામાં પણ એવા શબ્દને દ્વિતીયા વિભક્તિમાંજ ગણ્યા છે અને તે દ્વિતીયાને કાલવાચક દ્વિતીયા, મર્યાદાવાચક દ્વિતીયા, કે સ્થલવાચક દ્વિતીયા કહી છે. ગુજરાતી ભાષામાં ઘણે સ્થળે મર્યાદાવાચક અવ્યય સુધી વપરાય છે, પણ કેટલેક સ્થળે નથી વપરાતે.
તે ચાર દહાડા માંદે રહ્યો. તેણે રસ્તામાં ચાર માઈલ બેલલ કયાં કીધું. હું બે ગાઉ ચાલ્ય. તે એક કલાક ઊભે રહ્યો. ઓરડે ૧૫ ફુટ લાંબે છે. નદી એક જન વાંકી છે.
આ બધા અત્યન્તસંગના (કાળ, સ્થળ, માપ, વગેરે સાથે નિકટ સંબંધના) દાખલા છે.
તે એક કેશ વેદ ભણત ચાલ્યો–આમાં વેદ એ “ભણતો'નું અંતરંગ કર્મ છે અને કેશ' એ બહિરંગ કર્મ છે. ક્રિયામાત્ર કાળ અને સ્થળમાં થાય છે; માટે કાળને અને સ્થળને ક્રિયાનાં પરિચછેદક માન્યાં છે. વેદ ભણવાનું કામ કોશ ચાલતાં થાય છે; માટે કોશ એ અંગરંગ કર્મને-“વેદનો આશ્રય છે એમ સમજવાનું છે અને તેથી જ એને બહિરંગ કર્મ કહે છે.
૩. ગત્યર્થકને ગે–ગત્યર્થક ક્રિયાપદને યેગે જે સ્થળ તરફ ગતિ હોય તે સ્થળવાચક પદ દ્વિતીયામાં આવે છે. આ રચના સંસ્કૃત અને અંગ્રેજીમાં મળતી છે.
છોકરો ગામ જાય છે. તૃતીયા– ૧. કતા ને કરણુ–કર્તાને કરણ એ તૃતીયાના મુખ્ય અર્થ છે.