________________
કારકમીમાંસા
૧૪૭
આપવાની અનુમતિ આપે છે; માટે ઉપાધ્યાય
પ્રાર્થના કરતા નથી, પણ અનુમન્ત્ર (અનુમતિ આપનાર) સંપ્રદાન છે.
તપેાધન અતિથિને વૃક્ષનું મૂળ આપે છે,' એમાં વૃક્ષનું મૂળ મને આય એમ તે અતિથિ પ્રેરણા કરતા નથી, પણ આપે છે તે કબૂલ કરે છે, માટે ‘અતિથિ’ એ અનુમન્ત સંપ્રદાન છે.
અપાદાન-જ્યારે એક વસ્તુ બીજી વસ્તુથી છૂટી પડે ત્યારે એ વિયાગમાં જે અવધિભૂત પદાર્થ છે તે-જેનાથી તે છૂટી પડે છે તે-અપાદાન કહેવાય છે. એ અધિભૂત પદાર્થ ચલ હોય કે અચલ પણ હાય.
ખીને નાઠેલા ઘેાડા પરથી તે પડ્યો. તે દોડતા થથી પડ્યો. રસ્તે જતા સાથથી તે છૂટો પડ્યો. ગામથી દેવદત્ત આવે છે. । પર્વતથી ઋષિઓ ઊતરે છે.
}
ચલ અપાદાન
અચલ
અપાદાન
આ વાક્યામાં ઘેાડા,’ ‘રથ,’ અને ‘ સાથ ’ ચલિત અવધિભૂત પદાર્થ છે, અને ‘ગામ’ અને ‘પર્વત’ અચલ અવધિભત પદાર્થ છે.
પ્રકાર-અપાદાન ત્રણ પ્રકારનું છે:−૧. એકમાં ધાતુમાંજ છૂટા પડવાની ક્રિયાના અર્થ રહેલા છે.
એ નિર્દિષ્ટવિષય અપાદાન કહેવાય છે; કેમકે એમાં અપાદાનના વિષય—છૂટા પડવાની ક્રિયાના નિર્દેશ કર્યો છે.
તે ઘેાડા પરથી પડે છે.
"
૨. બીજા પ્રકારમાં એક ક્રિયાના અધ્યાહાર હાય છે તે ખીજીને ગૌણુ હાય છે.
વીજળીમાંથી જ્યોતિ પ્રકાશે છે એટલે વીજળીમાંથી નીકળીને જ્યેાતિ પ્રકાશે છે. આમાં નીકળવાની ક્રિયાના અધ્યાહાર છે અને તે ક્રિયા પ્રકાશવાની ક્રિયાને ગૌણ છે.