________________
કારકમીમાંસા
૧૪૫ સ્થાને સંસ્કૃતમાં ચતુથી પણ વાપરી શકાય છે. દ્વિતીયા વપરાય છે ત્યારે એ કર્મ અન્ય કારથી કહેવાયેલું ન હોવાથી અકથિત કર્મ કહેવાય છે.
અભિહિત કર્મદેવદત્ત વડે સાદડી બનાવાય છે. દેવદત્તે સાદડી બનાવી.
આ વાક્યોમાં બનાવાય છે અને બનાવી એ રૂપથી કર્મનું અભિધાન થાય છે. ક્રિયાપદ વડે અભિહિત––કહેવાયલું હેવાથી આ કર્મ અભિહિત કર્મ કહેવાય છે.
અનભિહિત કર્મ–
દેવદત્ત સાદડી બનાવે છે.
આ વાક્યમાં “બનાવે છે કિયાપદ કર્મનું અભિધાન કરતું નથી, માટે “સાદડી” એ અનભિહિત કર્મ છે. એ જ પ્રમાણે તે લાકડાનું ભસ્મ કરે છે, તે ઘડે જુએ છે, જે સ્થળે “ભસ્મ,” અને “ઘડે એ અનભિહિત કર્મ છે.
કરણ–ક્રિયા કરવામાં જે ઘણું ઉપકારક છે, જેના વ્યાપાર પછી લાગલી તરતજ ક્રિયાની નિષ્પત્તિ વિવક્ષિત છે એવું ઉપકારક છે, તે કરણ કહેવાય છે. વ્યાકરણમાં વિવક્ષાનું બળ ઘણું છે તેથી અધિકરણની પણ કવચિત્ કરણ તરીકે વિવક્ષા થાય છે અને “તપેલી રાંધવાની ક્રિયાનું અધિકારણ છે તેને કરણ તરીકે કહેવાની ઇચ્છાથી તે તપેલીએ રાંધે છે એમ પ્રયોગ કરીએ છીએ.
ભર્તુહરિ કહે છે કે જેના વ્યાપાર પછી લાગલી તરતજ ક્રિયાસિદ્ધિની વિવક્ષા થાય છે તેને તે ક્રિયામાં કરણ સમજવું. ખરું જોતાં, અમુક જ કરણ એમ નિર્દેશ કરી શકાતો નથી; કેમકે વસ્તુ વ્યવસ્થિત નથી-આજ કરણ, આજ કર્તા, આજ અધિકરણ, એમ વ્યવસ્થા કરી શકાતી નથી. અધિકરણની કરણ તરીકે પણ વિવક્ષા થઈ શકે છે.
* સંસ્કૃતમાં કર્તા તરીકે પણ વિવક્ષા થઈ શકે છે. “તપેલી રાંધે છે એમ સંસ્કૃતમાં કહી શકાય છે.