________________
નામ: પ્રકાર
૯૫
પ્રકાર નામના ત્રણ પ્રકાર છે-૧. સંજ્ઞાવાચક; ૨. જાતિવાચક; ૩. ભાવવાચક,
સંજ્ઞાવાચક–અમુક પદાર્થને બીજાથી ઓળખવા માટે આપણે તેનું જે નામ પાડીએ તે સંજ્ઞા કહેવાય છે અને સંજ્ઞા બતાવ નાર શબ્દ સંજ્ઞાવાચક નામ કહેવાય છે.
દાખલાકૃષ્ણ, ગંગા, હિમાલય, પંજાબ, ઇબ્રાહીમ, કેપશરૂ, વગેરે
આવાં નામમાં યદચ્છા–આપણી ઈચ્છા જ ઉપાધિ છે. બહુધા આવાં નામ મનુષ્ય પિતાની ઈચ્છાને અનુસારે પાડે છે, પદાર્થમાં રહેલા કેઈ ધર્મને અનુસરીને પાડતા નથી. કેટલેક સ્થળે ઈચ્છાની. સાથે પદાર્થમાં રહેલા કેઈકે ધર્મ પણ સંજ્ઞાનું કારણ હોય છે. હિમાલય, પંજાબ, પંચવટી, એ એવા દાખલા છે. | મીમાંસકમત–મીમાંસકે માત્ર જાતિમાં જ સંકેત માને છે. તેઓ સંજ્ઞાવાચક નામમાં પણ જાતિ ઘટાડે છે. પદાર્થમાત્રમાં ક્ષણે ક્ષણે વૃદ્ધિક્ષયાદિ વિકાર થાય છે. કાલે જોયલો દેવદત્ત ને આજે જોવામાં આવતે દેવદત્ત વસ્તુતઃ ભિન્ન છે. એમ એમાં વિકાર થાય છે છતાં પણ જે સામાન્ય ધર્મને લીધે આપણે એને એકજ પદાર્થ માનીએ છીએ ને એકજ તરીકે ઓળખીએ છીએ તે જાતિ છે અને તે જાતિમાંજ એવા નામમાં પણ સંકેત છે એવું તેમનું મત છે.
એક વર્ગને બીજા વર્ગથી ઓળખાવનાર ધર્મ જાતિ છે અને જાતિ બતાવનારું નામ જાતિવાચક કહેવાય છે.
દાખલા –ગાય, ઘેડ, પુસ્તક, ઘડીઆળ, વૃક્ષ, વગેરે.
આ નામ આખા વર્ગને લાગુ પડે છે તેમજ તે વર્ગને કઈ પણ પદાર્થને લાગુ પડે છે. સંજ્ઞાવાચક નામ અમુક પદાર્થને આપેલું ખાસ નામ છે ને તે તેને જ લાગુ પડે છે. તે પદાર્થ એકજ છે તેથી તેને વર્ગ હેઈ શકે જ નહિ.