________________
કારકમીમાંસા
પ્રકરણ ૧૫મું ફારકમીમાંસા
‘વિભક્તિ’ની અન્યર્થતા—પાણિનિ મુદ્ અને તિર્ બંનેને વિભક્તિ કહે છે. સુવ્ એટલે નામને જે પ્રત્યય લાગે છે તે અને તિવ્રુ એટલે ધાતુને કાળ અને અર્થના પ્રત્યયા લાગે છે તે સુપ્તે નામિકી ને તિને આખ્યાતિકી વિભક્તિ કહે છે. ‘વિભક્તિ’ એટલે વિભક્તતા, જુદાપણું, પ્રત્યયે જુદા જુદા અર્થમાં લાગે છે, માટે વિભક્તિ સંજ્ઞા પામે છે. વ્યાકરણના બીજા પારિભાષિક શબ્દોની પેઠે ‘વિભક્તિ’ શબ્દ અન્યર્થ છે.
૧૩૯
કારકવિભક્તિ અને વિશેષવિભક્તિ—નામ અને ક્રિયાપદના પરસ્પર અન્વયથી વાક્ય બને છે, તેમજ આકાંક્ષા, ચાગ્યતા, અને સંનિધિ વગર વાક્ય બનતું નથી એ વાત અગાઉ કહી છે. નામના ક્રિયાપદ સાથેના સંબંધને કારક કહે છે. કારક એટલે ક્રિયાની સાથે અન્વયી થવું તે. ‘કારક’ શબ્દના મૂળ અર્થ ‘કરનાર’ થાય છે; પરંતુ ક્રિયાને ઉત્પન્ન કરનારજ કારક છે એમ સમજવાનું નથી. ‘કૃષ્ણ બ્રાહ્મણના પુત્રને માર્ગ પૂછે છે,' આમાં પ્રશ્ન પૂછનારનેાજ શબ્દ કારક છે એમ સમજવું નિહ. એમ સમજીએ તે ‘પુત્રને’ એટલે જેને પ્રશ્ન પૂછ્યો છે તેના શબ્દ કારક નહિ થાય; કેમકે તેમાં ક્રિયાનું જનકત્વ નથી. આ કારણથી ‘કારક’ના અર્થ માત્ર ક્રિયાને જનકજ નહિ પણ જેને ક્રિયાની સાથે અન્વય છે તે. કૃષ્ણ બ્રાહ્મણના પુત્રને માર્ગ પૂછે છે’ એમાં ‘પુત્રને’ પદના અન્વય ‘પૂછે છે’ ક્રિયાપદ સાથે કર્મ તરીકે છે, માટે એ કારક છે.
યિાપદ સાથે સંબંધ ધરાવે
ન્યાયાધીશ તે માણસને અપરાધ માટે ન્યાયે શિક્ષા કરે છે અને
કચેરીથી ગંધીખાનામાં મેાકલે છે.
છઠ્ઠી સિવાયની બધી વિભક્તિ છે, માટે કારકવિભક્તિ કહેવાય છે—