________________
૧૩૮
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ સપ્તમી–ગુજરાતીમાં બે પ્રત્યય છે, એને “માં”. એ પ્રત્યય તૃતીયાને પણ છે. તેની વ્યુત્પત્તિ ત્યાં દર્શાવી છે. “માં” મળે પરથી આવ્યું છે.
મધ્યનું મક્સ કે મદ્ધ થઈ તે પરથી મા કે મધ થઈ, માહ થઈ “મા” કે માં થયું છે. - પંચમી પણ સપ્તમીના અર્થમાં વપરાય છે (તત્વ-તાં–તાં) તેથી પંચમ્યન્ત અ૫૦ મટુંનું માહાં-હાં-માં થઈ શકે.
હિંદી ને સિંધીમાં જે પ્રત્યય છે. જૂની હિંદીમાં મધ્ય, મધ, મદ્ધિ, મા, મજ્જાર, માંહી, વગેરે રૂપે કવિતામાં વપરાયાં છે.
બંગાળી ને ઉકલીમાં છ સાથે મદચ્ચે મૂકી સાતમી દર્શાવાય છે. મરાઠીમાં તર્ પરથી ત થયું છે, જેમકે ઘsid=ઘરમાં.
અપભ્રંશમાં તેમજ જૂની ગુજરાતીમાં ટુ, હું પ્રત્યય માલમ પડે છે. અપભ્રંશમાં હ-હિં પણ છે. કાહ૦માંના દાખલા
ચાલી દલ મુહડાશિ આવ્યા ૧.૫૧ (મોડાસામાં) ગણિ ન સૂઝઈ ભાણ ! ૧.૫૧ (ગગનમાં) દીસિ અગાસિ તાવડિ દાઝઈ, રાતિ વાઈ ટાઢિ . ૧.૧૫ર મુગ્ધ –
ચેતુ ગામિ વસઈ (ગામમાં). શબ્દ-નઈ છેહિ (શબ્દને છેડે) મેધિ વરસતઈ મેર નાચઈ (સતિસપ્તમી). ગપાલિઈ ગાએ દહીતીએ ચૈતુ આવિષે. (ગેપાળે ગાએ દેહવાતે [૭]–સતિસપ્તમી)
કિસઈ હતઈ (શું હુતે છતે ?) ગાએ કિસિએ (ગાય શું હતી ત્યારે) દુહીતીએ (દેહવાતી હતી ત્યારે).
——
g
-