Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૧૪૧
કારકમીમાંસા પહેલાંજ શક્તિમાન અને સ્વતંત્ર છે. ક્રિયામાં પ્રવૃત્તિ ને ક્રિયામાંથી નિવૃત્તિને માટે સાધન કર્તાનેજ અધીન છે; કારણ કે કર્તા જ તેને પ્રયોગ કરે છે, સાધને કર્તાને પ્રયોગ કરી શકતાં નથી. અન્ય કારકેને અભાવે પણ છે, હોય છે, એવી ક્રિયામાં કર્તા તો હોય છે જ. ક્રિયા સાધવામાં કર્તા કરતાં અન્ય સાધનેનું કામ વધારે સમીપનું છે; કારણકે સાધનથી લાગલી જ ક્રિયા નિષ્પન્ન થાય છે અને કર્તા તે સાધનદ્વારા ક્રિયા સાધે છે; તે પણ ઉપર બતાવેલાં કારણને લીધે કર્તાને સ્વતન્ત્ર કહ્યો છે. “સ્વ” એટલે પિતે અને “તન્ન” એટલે પ્રધાન. કર્તા પોતે જાતે જ પ્રધાન છે; કરણાદિ તે કર્તાને પરતત્ર છે; કેમકે ક્રિયા સાધવામાં તે તેનાથી જ પ્રયોજાય છે.
કર્તાના પ્રકાર–પ્રગસગ્રહ” નામના ગ્રન્થમાં વરરુચિ કર્તાના પાંચ પ્રકાર આપે છે –
(૧) સ્વતન્ચ કર્તાદેવદત પુણ્ય કરે છે. સજજને મૈત્રી બાંધે છે.
આમાં “દેવદત્ત” અને “સજન” ક્રિયામાં સ્વતન્ત્ર તરીકે વિવક્ષિત હવાથી સ્વતન્ન કર્તા કહેવાય છે.
(૨) હેતુક્ત
વિદ્વાને વિનીત પુરુષને હિત પ્રાપ્ત કરાવે છે. પ્રેરક રચનાને કર્તા ક્રિયાને પ્રાજક હેવાથી હેકતો કહેવાય છે.
(૩) કર્મકર્તાદુષ્ટ જનના દેષ જાતેજ દેખાય છે.
આ વાક્યમાં કર્તકર્મણિ રચના છે. “દેખધાતુ પરથી દેખાય છે એ કર્મણિ રૂપ છે. એમાં દેખનારી કતાં ને દેખવાની વસ્તુ કર્મ એકજ છે. “દેષ કર્મ છે તેજ કર્તા છે, માટે એ કર્તા કર્મકતા કહેવાય છે.