________________
૯૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
દરેક ધર્મ કેઈ દ્રવ્યમાં જ રહે છે, પરંતુ દ્રવ્યમાંથી છૂટે પાડી તે ધર્મને આપણે વિચાર કરીએ ત્યારે તે ધર્મ માટે જે શબ્દ વાપરીએ છીએ તે ભાવવાચક નામ છે. પીળા પદાર્થોમાંથી પિળાશ, સુંદર પદાર્થોમાંથી સૌન્દર્ય, દયાવાન પુરુષમાંથી દયા, અને રમતવાળાં પ્રાણુઓમાંથી રમત, એ ગુણ છૂટા પાડીએ છીએ ત્યારે તેને માટે ભાવવાચક નામ વાપરીએ છીએ.
જાતિ અને ગુણ–જાતિ અને ગુણ વચ્ચે ભેદ છે. ગોત્વ, અશ્વત્વ, એ જાતિ છે; કેમકે એ ધર્મ ગાય અને અશ્વિના તમામ વર્ગમાં રહેલ છે અને નિત્ય છે. હરિ કહે છે તેમ દરેક પદાર્થમાં બે અંશ છે–સત્ય અને અસત્ય. સત્ય અંશ તે જાતિ છે. એ ધર્મ વસ્તુને વસ્તુ બનાવે છે, વસ્તુને પ્રાણ આપનારે ધર્મ છે, અને વસ્તુમાં નિરંતર રહેનાર છે. ગુણ એવો નથી. રતાશ ગુણ પણ અશ્વત્વ જાતિની પેઠે દ્રવ્ય વગર રહી શકતો નથી, પરંતુ અશ્વત્વ તો અશ્વ સાથે નિત્ય ડાયલો ધર્મ છે; રતાશ એ નથી એ તો એક દ્રવ્યમાંથી જતો રહી બીજા દ્રવ્યમાં જાય છે.
વાસ્તવિક રીતે અને અધત્વ બંનેની ગણના જાતિ શબ્દોમાં થાય છે. પરંતુ વ્યાકરણમાં તો અશ્વત્વ, ગોવ, વગેરે જાતિશબ્દોની, પિળાશ, ચતુરાઈ, વગેરે ગુણવાચક નામની, તેમજ રમત, ગમત, વગેરે ક્રિયાવાચક નામોની ગણના ભાવવાચક નામમાં થાય છે. અશ્વ, ગાય, વગેરેની જ ગણના જાતિવાચક નામમાં થાય છે.
સામાન્ય રીતે, ગુણવાચક નામ વિશેષણને પ્રત્યય લાગીને અને છે અને કિયાવાચક નામ ધાતુને પ્રત્યય લાગીને થાય છે.
ગુણવાચક નામ-લાવણ્ય, ગુપ્તા, ગુરુવ, ગૌરવ, મહિમા, મિઠાશ, ચતુરાઈ ઠંડક, વગેરે
કિયાવાચક નામ-ગતિ, સ્થિતિ, વાચન, ભજન, બેધ, ભાર, વગેરે.
ભાવવાચક નામ ને વિશેષણ- ભાવની સ્વતન્ન સ્થિતિ દર્શાવીએ છીએ ત્યારે તે ભાવવાચક નામ બને છે પરંતુ એવી સ્થિતિ