Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૧૦૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
વિશેષને અવય-સંસ્કૃતમાં વિશેષણ જાતિ, વચન, ને વિભક્તિ, ત્રણે વિશેષ્ય પ્રમાણે લે છે. ગુજરાતીમાં પણ વિકારી વિશેષણની જાતિનું રૂપ વિશેષ્ય પ્રમાણે બદલાય છે. ઉપર દર્શાવ્યા પ્રમાણે
એ” “ઈને “ઉં” અનુક્રમે પુલિંગ, સ્ત્રીલિંગ, અને નપુંસકલિંગના પ્રત્યયે છે–સારે છેકરે, સારી છોકરી, સારું છોકરું. આ કારણથી વિશેષણના પ્રયોગ પરથી વિશેષ્યની જાતિ તરત નક્કી થાય છે. વિશેષ્યને કે કેવી, ને કેવું લગાડી જાતિ નક્કી કરવાને પ્રચાર આને જ આધારે થયે છે.
અન્ય સ્વરને લેપ–સંસ્કૃત ને પ્રાકૃતના અન્ય સ્વર દેશી ભાષાઓમાં ઘણે ઠેકાણે લપાઈ જાય છે. ડાક દાખલા નીચે આપ્યા છે
સં. રનની પ્રા. શાળા ગુ. રેન, હિં. જૈન
મક્ષિ માય , આંખ હિં. માં આ પ્રમાણે માણસ, નર, ઘર, પોપટ, મેર, હાથ, કાન, દાંત, વગેરે શબ્દ ગુજરાતીમાં નર કે નાન્યતર જાતિમાં અકારાન્ત માલમ પડે છે.
મનુષ્યના અંગવાચક ન હોય ત્યારે “હા,” કાને, દાંતે રૂ૫ વપરાય છે. હિમધ્ય-ઉપર કહ્યું છે તે પ્રમાણે લિંગનું જ્ઞાન બહુધા પ્રયોગથીજ પ્રાપ્ત કરવાનું છે. આ જ કારણથી આચાર્ય પાણિનિએ કહ્યું છે કે લિંગ શિખવી શકાશે નહિ; કેમકે લિગને આધાર પ્રયોગ પરજ છે-મિશિષ્ય ોજાશ્રયસ્વાઝિશ્ય ! એમ છતાં પણ કેટલાક નિયમ આપી શકાય છે. - તત્સમ શબ્દના નિયમો:
૧. સંસ્કૃતમાં એ શબ્દનું જે લિંગ હોય છે તેજ લિંગ ગુજરાતીમાં પણ બહુધા હેાય છે.
પરંતુ કેટલીક વાર
૨. તત્સમ શબ્દનું લિંગ તેના પર્યાય શબ્દ ગુજરાતીમાં પ્રચલિત હોય છે તેના લિંગ પરથી નક્કી થાય છે.
બીજા નિયમ કરતાં પહેલો નિયમ હાલ વધારે પ્રવર્તતે માલમ પડે છે, પરંતુ કેટલાક તત્સમ શબ્દનું લિંગ બીજા નિયમ પ્રમાણેજ