________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કઈ પણ વર્ગના છૂટા છૂટા પદાર્થ લઈએ તો તે વ્યક્તિ કહેવાય છે અને વર્ગના તમામ પદાર્થમાં રહેલે ધર્મ જાતિ કહેવાય છે. સંસ્કૃત નૈયાયિકે જાતિનું લક્ષણ એવું આપે છે કે તે એક છે, નિત્ય (અવિનાશી) છે, અને અનેકમાં રહેલે ધર્મ છે. ગત્વ (ગાયપણું), અશ્વત, વગેરે જાતિ કહેવાય છે કેમકે ગાયને નાશ થાય છે, પણ ગાયપણને નાશ થતો નથી. ગાયપણું એ એકજ છે (ગાયે તે અનેક છે), અને એ ધર્મ અનેક વ્યક્તિમાં રહેલું છે. આવા ધર્મોથી પદાર્થના વર્ગ બંધાય છે અને એક વર્ગ બીજા વર્ગથી છૂટ પડે છે.
જાતિવાચક–ગાયપણું, અશ્વત્વ, વગેરે જાતિ છે અને એ ગાય, અશ્વ, વગેરેને પ્રાણપ્રદ ધર્મ છે. ગાયમાં ગાયપણું છે ને અશ્વમાં અશ્વત્વ છે તેથી ગાય “ગાય” અને અશ્વ “અશ્વ” કહેવાય છે. એ ધર્મનું જ્ઞાન થયું એટલે ધમીનું–જેમાં એ ધર્મ રહ્યો છે તેનું જ્ઞાન અવિનાભાવ સંબંધથી થાય છે, કેમકે ધર્મને રહેવાને સ્થાન જોઈએજ ને તે ધમ છે. આમ ગાયપણું ને અશ્વત્વનું જ્ઞાન પ્રથમ થાય છે ને પછી ગાય ને અશ્વનું થાય છે, તે ગાય ને અશ્વ જાતિવાચક છે.
ગુજરાતીમાં “જાતિ-જાત” શબ્દ વર્ગના અર્થમાં વપરાય છે, ઉપર બતાવેલા ધર્મના અર્થમાં વપરાતો નથી.
સંજ્ઞાનું સમર્થન–જે નામોને સંજ્ઞાવાચક અને જાતિવાચક કહ્યાં છે તેને અત્યાર સુધી ગુજરાતી ભાષામાં લખાયેલાં વ્યાકરણમાં અંગ્રેજી વ્યાકરણને અનુસારે વિશેષ નામ અને સામાન્ય નામ કહ્યાં છે. પરંતુ પ્રાચીન પારિભાષિક સંજ્ઞા હોય તેને અનાદર કરી નવીન યોજવી યુક્ત નથી એમ ધારીને પ્રાચીન સંજ્ઞાઓને પ્રયોગ કર્યો છે.
સંજ્ઞાવાચક જાતિવાચક તરીકે-કેટલીક વખત સંજ્ઞાવાચક નામ જાતિવાચક નામ તરીકે વપરાય છે જેમકે,
સત્ય પાળવામાં તે રાજા બીજે હરિશ્ચન્દ્ર છે. અહિં “હરિશ્ચન્દ્રને અર્થ “હરિશ્ચન્દ્રના ગુણવાળા પુરુષેમાને