________________
જાતિવિચાર ન કલ્પતાં કેઈક દ્રવ્યમાં તે ધર્મ રહે છે એમ દર્શાવીએ છીએ ત્યારે તે વિશેષણ બને છે.
મીઠી કેરી, ખારું પાણી, મોટું માણસ, વગેરે–આમાં મિઠાશ, ખારાશ, મેટાપણું, વગેરેને દ્રવ્યમાં રહેલા ધર્મ તરીકે વર્ણવ્યા છે; માટે “મીઠી.” “ખારૂં, “મેટું, એ વિશેષણ છે. મિઠાશ, ખારાશ, મેટાઈ એની સ્વતંત્ર કલ્પના કરીએ તે તે ભાવવાચક નામ છે.
ભાવવાચક નામ જાતિવાચક–સંજ્ઞાવાચક નામની પેઠે ભાવવાચક નામ પણ જાતિવાચક નામ બને છે, જેમકે,
તેની જુવાની ઘણી નાદાનીમાં ગઈ. (નાદાનીના કાર્યમાં)
નાદાનીનાં બધાં કાર્યોને વર્ગ બને છે અને તે આખા વર્ગને માટે તેમજ તેમાંની દરેક વ્યક્તિ-નાદાનીનું કામ, એને માટે “નાદાની શબ્દ વાપર્યો છે, માટે તે જાતિવાચક છે.
—:૦: – પ્રકરણ ૧૨મું
જાતિવિચાર ' લિંગ: પ્રકાર-જાતિને સંસ્કૃત વ્યાકરણમાં લિંગ કહે છે. લિંગના બે પ્રકાર છેઃ–૧ લૌકિક–સ્વાભાવિક અને ૨. શાસ્ત્રીયકૃત્રિમ. લિંગ એટલે પુરુષત્વ અને સ્ત્રીત્વનું ચિહ્ન. એ ચિહ્ન સ્વાભાવિક રીતે પ્રાણમાંજ હોય છે, નિર્જીવ પદાર્થમાં હોતું નથી. આ કારણથી સ્વાભાવિક જાતિ પ્રાણુને જ લાગુ પડે છે અને તે ત્રણ પ્રકારની છે૧ પુરુષને માટે; ૨. સ્ત્રીને માટે અને ૩. લિંગના ભેદ સિવાય સામાન્ય રીતે પ્રાણી તરીકે વિચારીએ તેને માટે કૃત્રિમ જાતિ નિર્જીવ પદાર્થનાં નામને પણ લાગુ પડે છે. એ વ્યાકરણસંબંધી જાતિ છે, માટે શાસ્ત્રીય છે.
ભાષ્યકારનું મત-ભાણકાર પતંજલિએ લિંગ શબ્દના અર્થની બહુ સારી ચર્ચા કરી છે. પ્રથમ પૂર્વપક્ષ તરીકે પોતે સ્ત્રી, પુસ્, અને નપુંસક, એ