SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ નામ: પ્રકાર ૯૫ પ્રકાર નામના ત્રણ પ્રકાર છે-૧. સંજ્ઞાવાચક; ૨. જાતિવાચક; ૩. ભાવવાચક, સંજ્ઞાવાચક–અમુક પદાર્થને બીજાથી ઓળખવા માટે આપણે તેનું જે નામ પાડીએ તે સંજ્ઞા કહેવાય છે અને સંજ્ઞા બતાવ નાર શબ્દ સંજ્ઞાવાચક નામ કહેવાય છે. દાખલાકૃષ્ણ, ગંગા, હિમાલય, પંજાબ, ઇબ્રાહીમ, કેપશરૂ, વગેરે આવાં નામમાં યદચ્છા–આપણી ઈચ્છા જ ઉપાધિ છે. બહુધા આવાં નામ મનુષ્ય પિતાની ઈચ્છાને અનુસારે પાડે છે, પદાર્થમાં રહેલા કેઈ ધર્મને અનુસરીને પાડતા નથી. કેટલેક સ્થળે ઈચ્છાની. સાથે પદાર્થમાં રહેલા કેઈકે ધર્મ પણ સંજ્ઞાનું કારણ હોય છે. હિમાલય, પંજાબ, પંચવટી, એ એવા દાખલા છે. | મીમાંસકમત–મીમાંસકે માત્ર જાતિમાં જ સંકેત માને છે. તેઓ સંજ્ઞાવાચક નામમાં પણ જાતિ ઘટાડે છે. પદાર્થમાત્રમાં ક્ષણે ક્ષણે વૃદ્ધિક્ષયાદિ વિકાર થાય છે. કાલે જોયલો દેવદત્ત ને આજે જોવામાં આવતે દેવદત્ત વસ્તુતઃ ભિન્ન છે. એમ એમાં વિકાર થાય છે છતાં પણ જે સામાન્ય ધર્મને લીધે આપણે એને એકજ પદાર્થ માનીએ છીએ ને એકજ તરીકે ઓળખીએ છીએ તે જાતિ છે અને તે જાતિમાંજ એવા નામમાં પણ સંકેત છે એવું તેમનું મત છે. એક વર્ગને બીજા વર્ગથી ઓળખાવનાર ધર્મ જાતિ છે અને જાતિ બતાવનારું નામ જાતિવાચક કહેવાય છે. દાખલા –ગાય, ઘેડ, પુસ્તક, ઘડીઆળ, વૃક્ષ, વગેરે. આ નામ આખા વર્ગને લાગુ પડે છે તેમજ તે વર્ગને કઈ પણ પદાર્થને લાગુ પડે છે. સંજ્ઞાવાચક નામ અમુક પદાર્થને આપેલું ખાસ નામ છે ને તે તેને જ લાગુ પડે છે. તે પદાર્થ એકજ છે તેથી તેને વર્ગ હેઈ શકે જ નહિ.
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy