________________
નામઃ પ્રકાર
સમજવાનું છે. આજ કારણથી ભાવ જેમાં પ્રધાન છે તે આખ્યાત, એમ યાસ્ક મુનિ આખ્યાતનું લક્ષણ આપે છે.
વાકયાથે-વૈયાકરણના મત પ્રમાણે વાક્યને અર્થ કે થાય છે તે જોઈએ. દેવદત્ત તંડુલ રાંધે છેએનો અર્થ વૈયાકરણના મત પ્રમાણે દેવદત્ત જેને ર્તા છે એવી તંડુલ કર્મમાં આવેલી પિચાશને અનુકૂળ વર્તમાન કાળની ક્રિયા, ટૂંકામાં કહીએ તે દેવદત્ત વર્તમાન કાળમાં કરેલી તંડુલની પોચાશ. આ પ્રમાણે વ્યાપાર કે ક્રિયાજ વાક્યને અર્થ છે. દેવદત્તકર્તક તંડુલપાક આ સંક્ષેપમાં અર્થ થાય છે. વાકયમાં ક્રિયા પ્રધાન છે એ તેમને મત હોવાથી તેઓ કિયાપ્રધાનવાદી કહેવાય છે.
ન્યાયન વાયાર્થ-નૈયાયિક વાક્યનો અર્થ જુદો જ કરે છે. તેમના મત પ્રમાણે દેવદત્ત તંડુલ રાંધે છે, એને અર્થ “તેંડુલની પિચાશને અનુકૂળ કૃતિવાળે દેવદત્ત થાય છે એવો છે. ટૂંકમાં, “તંડુલના પાકમાં અનુકૂળ કૃતિવાળો દેવદત્ત, એ અર્થ નૈયાચિકને મતે વાકયમાંથી નીકળે છે. વૈયાકરણ ક્રિયાને પ્રધાન માને છે, ત્યારે તૈયાયિકે કર્તાને કે પ્રથમાન્ત શબ્દને પ્રધાન માની ક્રિયાને તેનું વિશેષણ ગણે છે. આ કારણથી તેઓ પ્રથમાન્તાર્થપ્રધાનવાદી કહેવાય છે.
વયાકરણનું મત યુકત-આપણે “રાંધે છે એમ કહીએ ત્યારે સ્વાભાવિક આકાંક્ષા રાંધનાર--પાક કરનાર કેણ છે એવી રહે છે અને તે આકાંક્ષા દેવદત્ત જેવા શબ્દથી પરિપૂર્ણ થાય છે (દેવદત્ત રાંધે છે). “રાધે છે અર્થ પાકને અનુકૂળ કૃતિ એમ લઈએ તે કોને વિષે ની એવી આકાંક્ષા રહે; પરંતુ તેવી આકાંક્ષા રહેતી નથી; માટે ક્રિયાપદમાંથી કર્તાને (કર્મણિ ને ભાવે પ્રયાગમાં કર્મને ને ભાવન) અર્થ નીકળે છે ને કૃતિનો અર્થ તેને ગણું છે એમ વૈયાકરણનું માનવું યુક્ત છે.
પ્રકરણ ૧૧મું
નામ: પ્રકાર ઉપસંહારક પદના વિભાગ-આગલા પ્રકરણમાં કહ્યું છે કે પદમાત્ર ચાર પ્રકારનાં છે એમ યાસ્ક મુનિનું મત છે—નામ, આખ્યાત, નિપાત, અને ઉપસર્ગ. આમાં નિપાત અને ઉપસર્ગની ગણના અવ્યયમાંજ કરીએ તે પદના ત્રણ પ્રકાર થાય છે-નામ,