________________
પદવિભાગઃ પ્રધાન પદ ને ગૌણ પદઃ વાક્યર્થ ૯૧ નામ અને આખ્યાતની સાથે જોડાયેલું પદ છે. આગળ કહ્યું છે તે પ્રમાણે એ નામની કે ક્રિયાપદની અંદર વિશેષ મૂકનારું-અધિક અર્થ દર્શાવનારું પદ છે.
વાક્ય–વાક્ય બનાવવા સારૂ પદેમાં આકાંક્ષા–પરસ્પર સંબંધ, યેગ્યતા, અને સંનિધિ આવશ્યક છે. નામ અને ક્રિયાપદ વચ્ચે આકાંક્ષા રહેલી છે. ગાય, અશ્વ, પુરુષ, હસ્તી-આવાં અનેક નામથી વાક્ય બનતું નથી, કારણ કે એ બધાં નામ વચ્ચે આકાંક્ષા નથી. અન્ય રીતે એમ પણ કહી શકાય કે એ બધાં નામ સાકાંક્ષ છે–કિયાપદ વિના એની આકાંક્ષા જતી રહેતી નથી. ગાય ચરે છે “અશ્વ દેડે છે પુરુષ વાંચે છે,’ ‘હસ્તી સૂંઢ હલાવે છે. આમ ક્રિયાપદ વાપરવાથીજ એ નામે અગાઉ સાકાંક્ષ હતાં તે નિરાકાંક્ષ થાય છે. જેમ ક્રિયાપદ વિના નામ સાકાંક્ષ છે તેમ નામ વિના ક્રિયાપદ પણ કેટલેક અંશે સાકાંક્ષ છે. કેટલેક અંશે એમ કહેવાનું તાત્પર્ય એ છે કે કિયાપદમાં કર્તા, કર્મ, કે ભાવને અર્થ સમાયેલ છે, તેમ નામમાં કંઈ ક્રિયાપદને અર્થ સમાયેલ નથી. સંસ્કૃતમાં છત્ત એ આખ્યાતમાં કર્તાને અર્થ સમાયેલ છે, તેથી એ એકલું પદ પણ નિરાકાંક્ષ છે અને એથી વાક્ય બને છે. ગુજરાતીમાં પણ “જાઉં છું, “જા, વગેરે પદમાંથી અમુક કર્તાને અર્થ સ્પષ્ટ નીકળે છે. “જાય છે એટલે ‘તું જાય છે કે તે જાય છે તે સ્પષ્ટ નથી. “જાય છેમાંથી કર્તાને અર્થ નીકળે છે, પણ તે તો બીજા પુરુષને છે કે ત્રીજા પુરુષને છે તે વિષે સંશય રહે છે. પરંતુ “જાઉં છું' પદમાંથી કર્તા કયા પુરુષને છે તે પણ સમજાય છે. આ પ્રમાણે પદોમાં આકાંક્ષા હોય ત્યારેજ વાક્ય બને છે. વળી પદમાં પરસ્પર સંબંધને માટે ગ્યતાની પણ જરૂર છે. “પાણીથી સીંચે છે. એમાં “પાણીથી પદની યેગ્યતા સીચે છે પદ સાથે થઈ શકતી નથી. સંનિધિ' એ પણ વાક્ય બનાવવાનું ત્રીજું કારણ છે. પદે વચ્ચે આકાંક્ષાને ગ્યતા હોય, પણ તે બધાં પદના ઉચ્ચારકાળમાં સંનિધિ