Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ત્યાં તે જાદવાસ્થળી થઈ રહી છે. તેણે ભગીરથ પ્રયત્ન પોતાની મતલબ સાધી. તમારું પુરાણ રહેવા દે. આ તે રામનું રામાયણ થયું. તમારી નારદી વિદ્યાનાં આ પરિણામ છે. એ તે બીજે દુર્વાસા મુનિ છે, એને બોલાવશે મા. એના ને અગત્ય મુનિના વાયદા બરાબર છે. તું આમ તે ત્રિશંકુની પેઠે વચ્ચે લટકીશ. આવી જહાંગરી સહન થવાની નથી. તારું તુરકડાપણું જવા દે.
૧ પ્રકરણ ૧૦મું પદાવભાગ: પ્રધાન પદ ને ગૌણ પદ: વાક્યર્થ
પદ–જે શબ્દને વિભક્તિ લાગી હોય છે તે પદ કહેવાય છે. ‘વિભક્તિથી નામને જે પ્રત્યય લાગે છે તેજ સમજવાના નથી, પરંતુ અર્થ અને કાળના જે પ્રત્યય ધાતુને લાગે છે તે પણ વિભક્તિ છે. આ પ્રમાણે “રાજા પ્રજાનું રક્ષણ કરે છે, એ વાક્યમાં વપરાયેલા બધા શબ્દ પદ છે. અવ્યયને પણ વિભક્તિ આવીને લેપાઈ ગઈ છે એમ સમજવાનું છે તેથી અવ્યય પણ પદ છે.
વિભાગ–યાસ્ક મુનિના મત પ્રમાણે પદ ચાર પ્રકારનાં છેનામ, આખ્યાત, ઉપસર્ગ, અને નિપાત. “આખ્યાત” એટલે ક્રિયાપદ અને “નિપાત એટલે અવ્યય. ઉપસર્ગ પણ અવ્યય છે, પરંતુ તે ધાતુની સાથે ઉપસૃષ્ટ–જોડાયેલા હોય છે, તેથી તેને બીજાં અવ્યયથી જુદાં ગણ્યાં છે.
પદમાત્ર એ ચારમાંથી એક પ્રકારમાં આવે છે. સર્વનામ એ નામનું પ્રતિનિધિરૂપ છે. ખરું જોતાં એ પ્રતિનામજ છે અને વિશેષણ