________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અને “આ વખતને એટલા અર્થને ત્યાગ કરે પડે છે; માટે એ ભાગલક્ષણા કહેવાય છે. તે એટલે નિર્ગુણ, જ્ઞાનરૂપ પરબ્રહ્મ. તું એટલે અલ્પગુણ અને કિંચિત-જ્ઞાનવાળે જીવાત્મા. એ બે વચ્ચે ઐક્ય લાવવા વિશેષણોને ત્યાગ કરે પડે છે એટલે ચેતનમય આત્માઓ વચ્ચે ઐક્ય થાય છે.
શબ્દ ને ગણી લક્ષણ-ઉપરના પ્રકારે શુદ્ધ લક્ષણાના છે. બીજો પ્રકાર એથી ઉલટે છે, તે ગૌણ લક્ષણ કહેવાય છે. તે ગધેડે છે આ દાખલામાં “ગધેડાને અર્થ “ગધેડા જે જડ, અક્કલવિનાને, ગધેડામાં જે જડતાને ગુણ છે તેવા ગુણવાળે છે. બીજે દાખલે નીચે પ્રમાણે છે--
તે દાનમાં કર્ણ, સત્યમાં હરિશ્ચન્દ્ર, એકપત્નીવ્રતમાં રામચન્દ્ર, અને શૌર્યમાં ભીમસેન છે. (એએના ગુણોવાળે છે.)
સારેપા ને સાધ્યવસાના લક્ષણુ–ઉપર જણાવેલા પ્રકારે ઉપરાંત “સારા” ને “સાધ્યવસાના” એવા બીજા બે પ્રકાર છે. એક વસ્તુને બીજીનું રૂપ આપવું, બીજી છે એમ કહેવું, એને આરોપ કહે છે. તે વસ્તુમાં જેને આરેપ કર્યો હોય છે તેના જેવા ગુણ છે એવું વક્તાનું તાત્પર્ય હોય છે. જેમાં આરોપ હેય એવી લક્ષણને સારેપા લક્ષણા કહે છે.
૧. તમારું બાહુબળ શૈલેયનું કલ્યાણ છે. (કલ્યાણકારક)
૨. તે મારી આંખની કીકી અને હૈયાને હાર છે. (આંખની કીકી અને હૈયાના હાર જે વહાલે)
૩. રાજાજી સાક્ષાત પવૃક્ષ છે. (કલ્પવૃક્ષની પેઠે યાચકની સર્વ કામના સફળ કરનારા છે.)
પહેલો દાખલો શુદ્ધ સારેપા લક્ષણને છે અને બીજે ને ત્રીજો ગણું સારેપા લક્ષણ છે. જે લક્ષણોમાં બે પદે વચ્ચે ગુણના કારણથી સામાનાધિકરણ્ય ઘટે તે ગણું સારેપા લક્ષણ અને જેમાં