________________
૭૮
ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ અને એ ટેળામાં ડાક છત્રી વિનાના છે તેમને બાતલ કરવાને એને ઈરાદે નથી. આથી “છત્રીવાળાઓને મુખ્ય અર્થ જેમની પાસે છત્રી છે તે એ લેવાથી વક્તાનું તાત્પર્ય સરતું નથી, તેથી એ અર્થની સાથે સંબંધ ધરાવતે અન્ય અર્થ “છત્રીવાળાઓ તેમજ તેમની સાથેના છત્રી વિનાના–એ આખે સંઘ લેવું પડે છે. એ અન્ય અર્થ તે લક્ષ્યાર્થ છે. અહિં લક્ષણ લેવાનું પ્રયોજન “ઘણું માણસો પાસે છત્રી છે એ દશૉવવાનું છે. “છત્રીવાળાઓ અને બીજા છત્રી વિનાના જાય છે એમ કહેવાથી એ પ્રયજન સધાતું નથી. આ પ્રમાણે લક્ષણા લેવાનું કારણ મુખ્ય અર્થને બાધ એટલે અન્વયને બાધ કે તાત્પર્યને બાધ છે.
લક્ષણુના પ્રકાર-ભિન્ન ભિન્ન રીતે એ પ્રકાર પાડવામાં આવે છે. પ્રથમ શુદ્ધ અને ગૌણું એવા બે પ્રકાર થાય છે. શુદ્ધ લક્ષણના ત્રણ પ્રકાર છે-૧. જહુલ્લક્ષણ ૨અજહુલ્લક્ષણ, ૩. જહદજહલ્લક્ષણા.
જહસ્વાર્થો કે જહલક્ષણ-ગંગા પર ઝુંપડું છે આમાં ગંગા શબ્દના વાચ્યાર્થ પ્રવાહને તજી દઈ તેની સાથે સંબંધ રાખતે અન્ય અર્થ લેવું પડે છે. આ પ્રમાણે શબ્દના સ્વાર્થને-પિતાના અર્થને-મુખ્ય અર્થને ત્યાગ કરે પડે છે, માટે એ લક્ષણ જહQાથી કે ટૂંકામાં “જહલ્લક્ષણ” કહેવાય છે. “જહત” એ “હા” તજવું, એ ધાતને વર્તમાન કૃદન્ત છે. જહત એટલે તજતે છે સ્વાર્થ જેને, મુખ્ય અર્થ જેને તજી દે છે, જેમાં મુખ્ય અર્થ તદન જતો રહે છે એવી લક્ષણ. આલંકારિકે આને લક્ષણલક્ષણા કહે છે.
ઉદાહરણ–એ લક્ષણનાં બીજાં ડાંક ઉદાહરણ નીચે આપ્યાં છે –
૧. તે વીર પુરુષનું શુરાતન આખું ગુજરાત વખાણે છે. (ગુજરાતના લેકે; વખાણ કરવામાં દેશને કઈ પણ માણસ નથી એમ નહિ એ સૂચવવું એ લક્ષણનું પ્રજન છે.)