Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
શબ્દશક્તિઃ લક્ષણ, વ્યંજના ૭૭ આહીરનું ઝુંપડું છે. આમાં “ગંગા’ શબ્દને વાચ્યાર્થ “ગંગાને પ્રવાહ બંધબેસતું નથી, કેમકે પ્રવાહના ઉપર ઝુંપડું હોઈ શકે નહિ. અહિં વાચ્યાર્થ–પ્રવાહના અન્વયને બાધ થાય છે. પ્રવાહને અન્વય “ઝુંપડું સાથે થઈ શકતો નથી; કેમકે પ્રવાહ ઝુંપડાનું અધિકરણ હોઈ શકે નહિ. આમ અન્વયને બાધ થઈ વાચ્યાર્થ લાગુ પડતું નથી ત્યારે તે અર્થની સાથે સંબંધ ધરાવતે બીજો અર્થ લેવે પડે છે. ઉપલા દાખલામાં “ગંગાને અર્થ એ પ્રમાણે તીર, જે પ્રવાહની સાથે સમીપતાને સંબંધ રાખે છે તે છે. ગંગા પર ઝુંપડું એટલે ‘ગંગાના તીર પર ઝુંપડું.” અત્ર સહજ પ્રશ્ન થશે કે ત્યારે “ગંગાતીર પર ઝુંપડું કહેવાને બદલે “ગંગા પર ઝુંપડું' કેમ કહ્યું? એને ઉત્તર એ છે કે બંનેના અર્થમાં ફેર છે. “ગંગા પર ઝુંપડું કહેવાથી ઝુંપડું ઘણું પવિત્ર છે ને ઠંડું છે એ અર્થ નીકળે છે, તે “ગંગાતીર પર ઝુંપડું કહેવાથી નીકળતું નથી. આ પ્રમાણે મુખ્યાર્થીને બાધ થાય ત્યારે તેની સાથે સંબંધ ધરાવતે જે અર્થ લેવું પડે છે તે લક્ષ્યાર્થ કહેવાય છે અને શબ્દની જે વૃત્તિ કે શક્તિથી એ અર્થ નીકળે છે તે લક્ષણ કહેવાય છે. લક્ષણમાં આ રીતે ત્રણ બાબત આવશ્યક હોય છે. મુખ્યાર્થબાધ; ૨. મુખ્યર્થની સાથે અન્ય અર્થને સંબંધ, ૩ અન્ય અર્થ લેવાનું પ્રયોજન.
તાત્પર્યબાધ–પરંતુ લક્ષણાને બધે સ્થળે અન્વયને બાધ હતે નથી. અન્વય ઘટતો હોય છતાં વક્તાનું તાત્પર્ય વાચાર્થ લેવાથી સચવાતું ન હોય તે અન્ય અર્થ લેવું પડે છે. દાખલા તરીકે, એક મેટું ટેળું જતું હોય તેમાં ઘણાખરા માણસેની પાસે છત્રી હોય તે આપણે કહીએ છીએ કે “છત્રીવાળાઓ જાય છે. આ દાખલામાં ‘છત્રીવાળાએ શબ્દને વાચ્યાર્થ જેમની પાસે છત્રી છે તે એમ લેવાથી અન્વયને કંઈ બાધ આવતું નથી, પરંતુ બોલનારની મતલબ સધાતી નથી. એણે આખા ટેળાને “છત્રીવાળાઓ એવી સંજ્ઞા આપી છે