Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૮૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અને “દ” કહ્યો છે. “આનન્દ એટલે આનન્દ ઉત્પન્ન કરનાર અને દી એટલે ‘દીવાના જેવા ગુણવાળ, પ્રકાશક, કીર્તિ ઝળકાવનારી. આનન્દ એ શુદ્ધ સાધ્યવસાના લક્ષણ છે અને દી” એ ગૌણું સાધ્યવસાના લક્ષણોનું ઉદાહરણ છે.
સારેપા લક્ષણા એ રૂપક અલંકારનું બીજ છે અને સાધ્યવસાના લક્ષણા એ અતિશક્તિનું બીજ છે.
તે રાજા રૂપમાં કન્દર્ય, શૌર્યમાં અર્જુન અને સત્યમાં યુધિઝિર છે. સારેપા ગૌણું લક્ષણ રૂપક અલંકાર)
યુધિષ્ઠિર આગળ અસત્યનું કંઈ ફાવવાનું નથી. (રાજા સત્યશીલ હેવાથી તેને યુધિષ્ઠિર કહ્યો છે, ગૌણ સાધ્યવસાના લક્ષણ અતિશક્તિ અલંકાર)
લક્ષિતલક્ષણા–કેટલાક લક્ષિતલક્ષણા' નામનો એક પ્રકાર આપે છે. “દ્વિરેફ' શબ્દ એનું ઉદાહરણ છે. “દ્વિરેફ એટલે જેમાં બે રેફ છે તે; અર્થાત, ભ્રમર શબ્દ (જેમાં બે રેફ છે). “દ્વિરેફ' શબ્દ બહુવીહિ સમાસથી પ્રથમ “ભ્રમર શબ્દ એમ લક્ષણથી બોધ કરે છે; પછી ભ્રમર શબદ લક્ષણાથી ભ્રમર એ પદાર્થને બંધ કરે છે. એમ લક્ષિત પદની લક્ષણ તે લક્ષિતલક્ષણ એવો તેમને મત છે.
| વ્યંજના–– ગંગામાં ઝુંપડું આ લક્ષણોમાં ઠંડક, પવિત્રતા, વગેરે પ્રજનને અર્થ સમજાય છે તે વ્યંજનાવૃત્તિને લીધે. એ દરથી સૂચવાતે અર્થ વ્યંગ્ય અર્થ કહેવાય છે અને જે વૃત્તિથી એ અર્થ શબ્દમાંથી નીકળે છે તે વ્યંજનાવૃત્તિ કહેવાય છે. વ્યંજનાને કાવ્યશાસ્ત્રમાં અવનિ પણ કહે છે. આ લક્ષણામૂલ દવનિ છે. લક્ષણવૃત્તિ સ્વીકારવી પડી ને તેમ કરવામાં પ્રજન જે આવશ્યક અંગ છે તેને અર્થ વ્યંજનાવૃત્તિથી નીકળે છે. લક્ષણને અવલંબીને એ ધ્વનિ થાય છે, માટે એ લક્ષણમૂલ વનિ કહેવાય છે. કાવ્યોમાં શૃંગારાદિ રસ વ્યંગ્ય થાય છે; એ રસને ધ્વનિ અભિધામૂલ દવનિ છે; કેમકે એમાં વ્યંજનાવૃત્તિ અભિધાને આધારે છે, લક્ષણાને નહિ.