Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૭૫ .
શબ્દશક્તિઃ અભિધા છે. “પંકજ, ‘હસ્તી, વગેરે એવા શબ્દ છે. “પંકજેને યૌગિક અર્થ “જે કાદવમાં ઊગ્યું હોય તે બધું એ થાય; પરંતુ રૂઢિથી એ અર્થમાં સંકેચ થઈ “કાદવમાં ઊગેલું માત્ર કમળ’ એજ અર્થ થાય છે. હસ્તી, “કરી’, ‘હાથી' –એ શબ્દને યૌગિક અર્થ જેને હસ્ત, કર' હાથ હોય તે” એ થાય, પરંતુ “જેને હસ્ત,શુંડ–સૂંઢ છે એવું પ્રાણી, હાથી' એ અર્થ રૂઢિથી નિયમિત થયે છે. હનુમને યૌગિક અર્થ “હનુ-હડપચીવાળું એ થાય છે રૂઢિથી એ અર્થ સંકડાઈ હનુમાન્ નામના વાનરદેવ, જેની હડપચી બહાર પડતી છે તે એ થાય છે. એ જ પ્રમાણે જલજ પીતાંબર”, “ગિરિધારી એ એવા શબ્દ છે.
વાચ્યાર્થના નિયામક-શબ્દના અનેક વાચ્યાર્થ હોય છે, તેમાં કયે સ્થળે કર્યો કે તેને માટે હરિએ (ભર્તુહરિએ) પિતાના વાકયપદીય' નામના પુસ્તકમાં અર્થને નિયમમાં મૂકનારાં, વાચ્યાર્થનિયામકે આપ્યાં છે, તેમાંથી આપણી ભાષાને લાગુ પડે એવાં મુખ્ય નીચે આપ્યાં છે
૧. સાહચર્ય રામલક્ષ્મણ વનમાં જાય છે.
રામના અર્થ દશરથપુત્ર અને પરશુરામ થાય છે; પરંતુ, લમણના સાહચર્યથી “રામ”ને અર્થ દશરથિ રામજ થાય છે.
૨. વિરોધ
તેઓ રામ અને અર્જુનની પેઠે લડ્યા. રામ=1. દશરથપુત્ર ૨. પરશુરામ; અર્જુન=૧. પાંડુપુત્ર; સહસ્ત્રાર્જુન.
આ સ્થળે વિધથી “રામને અર્થ પરશુરામ અને “અર્જુનને શિર્થ “સહસ્ત્રાર્જુન, કાર્તવીર્ય થાય છે.
૩. પ્રજન