Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૭૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
સંસાર તરવાને માટે સ્થાણુને ભજ. સ્થાણુ=૧, શિવ ૨. થાંભલે.
પ્રયજન “સ્થાણુને શિવના અર્થમાં નિયમિત કરે છે. ૪. પ્રકરણ–પૂર્વાપર સંબંધ દેવ બધું જાણે છે. દેવ=૧. દેવતા, ૨. રાજા
પ્રકરણથી “દેવ રાજાના, આપ સાહેબના અર્થમાં નિયમિત થાય છે.
૫. લિંગ-જાતિ
બાણ ચાલ્યું (તીર); બાણ ચાલ્યા ગયે (બાણ કવિ કે બાણુંસુર { પ્રકરણથી જે સમજાય તે છે.
આ બધાં નિયામકમાં પ્રકરણ મુખ્ય છે. મુખ્ય અર્થ ઘણા હેય તેમાંથી કયે અર્થ લે તે નકકી કરવામાં પૂર્વાપર સંબંધ ઘણી મદદ કરે છે.
પ્રકરણ ૮મું શબ્દશક્તિ: લક્ષણા, વ્યંજના ઉપસંહાર–સંકેતથી જે અર્થને શબ્દ બંધ કરે છે તે અર્થ વાચ્યાર્થ કે મુખ્યાર્થ કહેવાય છે અને એ અર્થ ઉપજાવવાની શબ્દની વૃત્તિ અભિધાવૃત્તિ કહેવાય છે, એ વાત અગાઉના પ્રકરણમાં કહી ગયા. નૈયાયિકે અભિધાવૃત્તિને શક્તિ કહે છે. શબ્દમાં વાચ્યાર્થ ઉપરાંત બીજો અર્થ ઉપજાવવાની પણ શક્તિ છે.
લક્ષણે તેના આવશ્યક અંગ–કેટલીક વખત મુખ્ય અર્થ લાગુ પડતા નથી. આમ જ્યારે મુખ્ય અર્થને બાધ થાય છે ત્યારે તેની સાથે સંબંધ રાખતે બીજે અર્થ લેવું પડે છે અને એ અર્થ લેવાનું કંઈ પ્રયજન પણ હોય છે. દાખલા તરીકે, “ગંગા પર