Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
વ્યાકરણ મહત્ત્વ, પ્રજનાદિ ૫૭ પુત્રને કહ્યું કે ભાઈ બીજાં શાસ્ત્ર ન ભણે તે ભલે, પરંતુ વ્યાકરણને તે અભ્યાસ કરજ. એનું જ્ઞાન નહિ થાય તે તું ગમે તેવાં અશુદ્ધ રૂપ વાપરીશ-સ્વજને પિતાનાં માણસોને બદલે “શ્વજન (કુતરા), સકલ” (સઘળું)ને બદલે ‘શકલ” (ખંડ, કડે), અને ‘સકૃત” (એક વાર)ને બદલે “શકૃત (છાણ) કહીશ. આવું અનિષ્ટ પરિણામ ન આવે માટે તારે વ્યાકરણ તે ભણવું જ જોઈએ. અર્થાત્, શુદ્ધ ભાષાના રક્ષણને માટે વ્યાકરણનું અધ્યયન આવશ્યક છે. એટલાજ માટે ભગવાન કાત્યાયન વાર્તિકકારે વ્યાકરણ શીખવાનાં પ્રજનમાં “રક્ષા–રક્ષણને સહુથી પહેલું મૂક્યું છે.
વ્યાકરણ, વેદાંગ–શિક્ષા (ઉચ્ચારશાસ્ત્ર), કલ્પ (ક્રિયાવિધિશાસ્ત્ર), વ્યાકરણ, નિરુક્ત (વ્યુત્પત્તિશાસ્ત્ર), છન્દ, અને જ્યોતિષ, એને વેદનાં છ પ્રધાન અંગ માન્યાં છે અને પુરાણ, ન્યાય, મીમાંસા, અને ધર્મશાસ્ત્રને ઉપાંગ-ગૌણ અંગ માન્યાં છે. છ પ્રધાન અંગમાં વ્યાકરણ એ પ્રધાનતમ અંગ છે એમ ભાષ્યકાર અને હરિ માને છે; કારણ કે વ્યાકરણના સારા જ્ઞાન વિના બાકીનાં અંગનું જ્ઞાન અપૂર્ણ છે. દરેક પ્રજા પિતાના ધર્મપુસ્તક પ્રત્યે અત્યન્ત પૂજ્યભાવ દર્શાવે છે. વેદ હિંદુઓનું ધર્મપુસ્તક છે. વેદ એટલે મન્ત્ર અને બ્રાહ્મણ. ઉપનિષદને એમાંજ સમાવેશ થાય છે. વેદના અન્ત ભાગમાં છે તેથી એ વેદાન્ત કહેવાય છે. જે સમયે છાપવાની કળાનું સંશોધન થયું નહતું તે સમયે ત્રાષિકુળોમાં શિષ્યો ગુરુમુખે ઉચ્ચારેલા મન્નેનું શ્રવણ કરી વેદનું અધ્યયન કરતા. આ કારણથી વેદને શ્રુતિ કહે છે. વ્યાકરણ ના અધ્યયન વગર વેદના અને શુદ્ધ ઉચ્ચાર કે અર્થ સમજાય નહિ. વળી સ્વરમાં ફેરફાર થાય તે અર્થને અનર્થ થાય. કહ્યું છે કે જે શબ્દમાં સ્વરને કે વર્ણને દેષ હેાય છે તેમાંથી વિવક્ષિત અર્થ
* વેદમાં કેટલાક સ્વર ઊંચા, કેટલાક નીચા, ને કેટલાક સમધારણ પઠાય છે, તે અનુક્રમે ઉદાત્ત, અનુદાત્ત, અને સ્વરિત કહેવાય છે.