Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૫૬
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
જાતિમાં ફેરફારનાં તથા શબ્દવ્યત્યયનાં થોડાંક ઉદાહરણ નીચે
આપ્યાં છેઃ
જૂની ગુજ.
હુઇ હાંસઉ (પું.) હઠ કીધઉ (પુ.) (હઈઇ ધર) રામનુ નામ (કું.) (મારુતાડિન) પાસઉ (કું.) ખુંખારવ (કું.) વરતીઉ
ઉલટા ક્રમના દાખલા—— નયર ચેાગિની
માણસતાં વર્ણ અઢાર
મંડપરંગ
હાલની ગુજ.
હાસ્ય (નપું.); હાંસી (સ્ત્રી.) હૅઠ (સ્ત્રી.) નામ (નપું.) પાસું (નપું.)
બુમરાણ (નપું.)
યાગિનીનગર
અઢાર વર્ણનાં માણસ રંગમંડપ
પ્રકરણ પણું
વ્યાકરણ: મહત્ત્વ, પ્રત્યેાજનાઢિ
વ્યાકરણ એટલે શું?–‘વ્યાકરણ’ શબ્દનો અર્થ સ્પષ્ટીકરણ થાય છે. જે શાસ્ત્રમાં શબ્દના પ્રકૃતિ ને પ્રત્યય જુદા પાડી પ્રત્યયના અર્થ દર્શાવ્યા હાય છે અને જેમાં શબ્દોનાં શુદ્ધ રૂપ તથા તેના વાક્યમાં પરસ્પર સંબંધ કેવી રીતે છે તે વિષે વિવેચન કર્યું હાય છે તે વ્યાકરણ. આ રીતે એ શાસ્ત્રમાં શબ્દોનું સ્પષ્ટીકરણ થાય છે. એને ‘શબ્દાનુશાસન’ પણ કહે છે; કેમકે એમાં શબ્દોનું અનુશાસન-ઉપદેશ કરાય છે—અસાધુ શબ્દથી જુદા પાડી સાધુ શબ્દ સિદ્ધ થાય છે.
વ્યાકરણ શું શું કરે છે?—વ્યાકરણ ભાષાને નિયમમાં રાખે છે અને વિકાર પામતી અટકાવે છે. તે સાધુ શબ્દનું જ્ઞાન કરાવે છે અને અસાધુ, અપભ્રષ્ટ શબ્દના પ્રયોગ અટકાવે છે. એક પિતાએ