Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
વર્ણવિચાર શિક્ષા
૬૭ વધારે દૂર રહે છે માટે એના પ્રાગમાં “અને સંવૃત કહ્યો છે અને આને વિવૃત કર્યો છે.
આ પ્રમાણે ઈ, ચુ, ચું, ને શું, એ બધા વર્ણનું સ્થાન તાલુ છે તે પણ ચવર્ગને ઉચ્ચાર કરતાં જિહાગ્ર વગેરેને તાલુસ્થાન સાથે બરાબર સ્પર્શ થાય છે; યકાર ઉચ્ચારતાં શેડે સ્પર્શ થાય છે, ને શકાર ને ઇવર્ણ ઉચ્ચારતાં જિલ્લા તાલુસ્થાનથી દૂર રહે છે.
તવર્ગ અને સ્, બંનેનાં સ્થાન દન્ત છે, તે પણ તપાસ કરીશું તે માલમ પડશે કે તે બંને સરખી રીતે ઉચ્ચારાતા નથી. તેવર્ગ ઉચ્ચારતાં દાંતના મૂળ સાથે જીભના જે ભાગને સ્પર્શ થાય છે તે કરતાં ઊંચા ભાગને સ્પર્શ સ્ ઉચ્ચારતાં થાય છે. વળી તવર્ગ ઉચ્ચારતાં જીભને પૂરો સ્પર્શ ઉપલા દાંતના મૂળ સાથે થાય છે સ્ ઉચ્ચારતાં ઘણે ઓછો સ્પર્શ થાય છે. આ પ્રમાણે, તવર્ગ ઉચ્ચારતાં જીભનું ટેરવું ઉપલા દાંતના અવાળુ સાથે અડકે છે તેમ સ્ ઉચ્ચારતાં થતું નથી; પણ જીભના ટેરવાથી ઉપલે ભાગ અડકે છે ને તે ગેળ થાય છે. બાળકનાં ઉચ્ચારસ્થાન બરાબર કેળવાયેલાં ન હોવાથી તે જીભને ઉપલા દાંતના અવા સાથે ભારથી દાબે છે, તેથી “તું” ને બદલે “સુ” કહે છે. તાલવ્યને ઉચ્ચાર કરતાં જીભને વચલે ભાગ તાળવા સાથે સ્પર્શ કરે છે. જીભના ટેરવાને સ્પર્શ ઉપલા અવાળના ઉપલા ભાગ સાથે થાય ત્યારે મૂર્ધન્ય વર્ણ ઉચ્ચારાય છે.
એઠથી તે ગળાની બારી (શ્વાસનળીની ટેચ) લગણના મુખના અંદરના ભાગમાંનાં તે તે સ્થાને સાથે જીભના ભાગને સ્પર્શ, ઈષસ્પર્શ, દૂર અવસ્થાન, કે સમીપ અવસ્થાન થાય છે, માટે એ પ્રયત્ન આભ્યન્તર પ્રયત્ન કહેવાય છે.
બાહ્ય પ્રયત્નના અગિયાર પ્રકાર છે-વિવાર, સવાર, શ્વાસ, નાદ, શેષ, અશેષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ, ઉદાત્ત, અનુદાત્ત, અને વરિત.