Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૬૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અને તે અગ્નિ તે સ્થળે રહેલા વાયુને ચલાવે છે. એ વાયુએ તેજસ્થાનમાં સૂક્ષ્મ રૂપે ઉત્પન્ન કરેલો શબ્દ પરા વાણી કહેવાય છે. પછી નાભિદેશપર્યન્ત ચાલેલા વાયુએ તે પ્રદેશના સંગથી ઉત્પન્ન કરેલ શબ્દ પશ્યની વાણી કહેવાય છે. એ બંને વાણું સૂફમ-સૂક્ષ્મતર હોવાથી માત્ર મેગીને ગમ્ય છે, આપણને નહિ. પછી તેજ વાયુ હૃદયદેશ તરફ જાય છે. હૃદયના સંગથી ઉત્પન્ન થયેલી વાણું તે મધ્યમ કહેવાય છે. પછી તે વાયુ મુખપર્યત થઈ કંઠદેશ પ્રાપ્ત કરે છે અને તેને મૂર્ધસ્થાન સાથે આઘાત થાય છે, એટલે પ્રત્યાઘાત પાછો ફરી મુખવિવરમાં કંડાદિ આઠ સ્થાનમાં પોતાના અભિધાતથી જે શબ્દ ઉત્પન્ન કરે છે તે વિખરી વાણી કહેવાય છે. આ પ્રમાણે વૈયાકરણ ચાર પ્રકારની વાણું વર્ણવે છે:-પરા, પશ્યન્તી, મધ્યમ, અને વૈખરી. “એકજ નાદાત્મક વાણી મૂળ આધારસ્થાનમાંથી નીકળતી પરા કહેવાય છે; કેમકે નાદ સૂક્ષ્મ હોવાથી સાંભળી શકાતો નથી; હૃદય તરફ જતી પશ્યન્તી કહેવાય છે; કેમકે તેને યોગીઓ જોઈ શકે છે; તેજ બુદ્ધિમાં પ્રાપ્ત થયેલી, વિવક્ષા પામેલી મધ્યમાં કહેવાય છે; કેમકે તે હૃદય નામના મધ્ય પ્રદેશમાં ઉત્પન્ન થયેલી છે; અને મુખમાં રહેલી, તાલુ, એણ, આદિના વ્યાપારથી બહાર નીકળે છે ત્યારે વૈખરી કહેવાય છે,” એમ સાયણાચાર્ય ત્રાદના મન્ટના ભાષ્યમાં સમજાવે છે.
પાણિનિ અને વત્પત્તિ–ભગવાન્ પાણિનિ પિતાની શિક્ષા’માં વર્ણની ઉત્પત્તિ એજ પ્રમાણે વર્ણવે છે. ઉચ્ચાર કેણ કરે છે અને કેવી રીતે કરે છે તે બંને પ્રશ્નના ઉત્તર નીચે પ્રમાણે આપ્યા છે –
આત્મા બુદ્ધિથી બાહ્ય પદાર્થનું જ્ઞાન મેળવી તે વિચાર બીજાને દર્શાવવા બોલવાની ઈચ્છા થવાથી મનને જે છે. મન શરીરમાંના અગ્નિને આઘાત કરે છે; અગ્નિ વાયુને પ્રેરે છે અને વાયુ છાતીને વિષે ફરતે મન્દ્ર સ્વર ઉત્પન્ન કરે છે, કંઠમાં ફરતે મધ્યમ સ્વર ઉત્પન્ન કરે છે, અને મૂર્ધસ્થાનને વિષે ફરતે તાર સ્વર ઉત્પન્ન કરે છે. આ રીતે ઊંચે ગયેલે વાયુ મૂર્ધસ્થાનને વિષે પ્રત્યાઘાત પામે છે અને પાછા ફરી મુખમાં આવી વર્ણને ઉત્પન્ન કરે છે.
પ્રયત્ન-પ્રયત્ન કર્યા વિના ઉચ્ચાર થઈ શકતા નથી. પ્રથમ ઘૂંટીમાંથી યતન વડે વાયુ પ્રેરાય છે ને તે ઊંચે જઈ જુદાં જુદાં ઉચ્ચારસ્થાને સાથે અથડાય છે, એટલે મુખની અંદર વર્ણ ઉત્પન્ન થાય છે.