Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૩૦
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પડ્યો છે, તેમના પહેલાનાં પણ જૈન રાસાઓ મળી આવે છે. એ રાસાઓની ભાષા શુદ્ધ ગુજરાતી તેનજ કહેવાય કેમકે એમાં માગધી, મારવાડી, હિંદી, વગેરે ભાષાઓનું મિશ્રણ છે. રા. જીવણચંદ સાકરચંદ જવેરી “શ્રી આનન્દકાવ્યમહેદધિ” મૌક્તિક ૧લાના ગ્રન્થવિવેચનમાં પૃષ્ઠ પ પર ખરું લખે છે કે “જૈન કવિઓ દ્વારા રચાયેલ કાવ્યમાં વિશેષે આટલી ભાષાઓને સમાવેશ પણ ન્હોટે અંશે થયેલ જેવામાં આવે છે.
ગુજરાતી, માગધી, શુરસેની, અપભ્રંશ, પ્રાકૃત, મારવાડી,
હિન્દી.”*
પ્રેમાનન્દના સમયના તેમજ તેમની પછીના સમયના રાસાઓની પણ ભાષામાં પ્રાકૃત શબ્દ ને રચના વિશેષ જોવામાં આવે છે અને તે સ્વાભાવિક જ છે. જૈન કવિઓએ ઈ. સ. ના ૧૨મા સૈકાથી ઘણા રાસા લખ્યા છે અને એ રીતે ગુજરાતી સાહિત્યમાં ઘણું વૃદ્ધિ કરી છે. ઈ. સ. ના ૧૫મા સૈકાના બ્રાહ્મણ ગ્રન્થ તથા ખતે મળી આવે છે તેની ભાષા જૂની ગુજરાતી છે. વળી ભાલણની “કાદમ્બરીની ભાષા તેમજ અન્ય ગ્રન્થ છપાયા છે તેની ભાષામાં ઘણે ફેર છે. આ
-
* આવા રાસાઓમાં કઈ કઈ ભાષાઓનું થોડું બહુ જોડાણ થવા પામ્યું છે તે તપાસીશું તે ગુજરાતી, માગધી, રસેની, અપભ્રંશ, પ્રાકૃત, અને મારવાડી તથા હિન્દી ભાષાઓનું જોડાણ થયેલું જોવામાં આવે છે તથા કેટલાક રાસાઓ તે પૂર્ણ માગધી કે પ્રાકૃતમાં રચાયેલા પણ જણાય છે.” મૌક્તિક ૧લું પ્રસ્તાવના, પૃ૦ ૯.