________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ / પ્રાસ્તાવિક કરવાનો સુઅવસર પં. પ્રવીણભાઈ મોતા પાસે સાંપડ્યો એના ફળસ્વરૂપે આંશિક યોગમાર્ગનો વિશદ બોધ પ્રાપ્ત થયો અને યોગમાર્ગની પરિણતિનો આંશિક વિકાસ થયો છે. વિશેષમાં પરમપૂજ્ય, પ૨મા૨ાધ્યપાદ, વ્યાખ્યાનવાચસ્પતિ સુવિશાલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની જે ભાવના હતી કે સમર્થશાસ્ત્રશિરોમણિ સુરિપુરંદર આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અને ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજા, આ બે મહાપુરુષોના ગ્રંથોનું સ૨ળ ભાષામાં વિવેચન તૈયા૨ થાય કે જેના દ્વારા અનેક તત્ત્વજિજ્ઞાસુઓ આગમના રહસ્યોનો બોધ કરી શકે અને યોગમાર્ગનું સાચા સ્વરૂપે આરાધન કરી શકે એ ભાવનાની ગીતાર્થ ગંગા સંસ્થા દ્વારા પ્રકાશિત થતાં વિવેચનોના પુસ્તકોના આધારે આંશિક પૂર્તિ થઈ રહી છે જે પરમાનંદનો વિષય બને છે. એ મહાપુરુષના ઉપકારના સ્મરણપૂર્વક એમના ચરણે નતમસ્તકે વંદના કરી કૃતજ્ઞભાવ વ્યક્ત કરું છું.
આ સર્વના મૂળરૂપે યોગમાર્ગના ગ્રંથોમાં પ્રવેશ કરાવનાર અને રુચિ પેદા કરનાર ૫.પૂ. અધ્યાત્મયોગી પંન્યાસપ્રવ૨શ્રી ભદ્રંકરવિજયમહારાજ સાહેબનો તથા પ્રવચનપ્રભાવક પૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્વિજય કીર્તિયશસૂરિમહારાજ સાહેબનો વિશેષ ઉપકાર હોવાથી આ અવસરે કૃતજ્ઞભાવે તેઓશ્રીનું સ્મરણ કરું છું.
પ્રસ્તુત ભાષારહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૧ના સંકલનકાર્યમાં છદ્મસ્થતાને કારણે અનાભોગાદિથી કાંઈ પણ સ્ખલના થયેલ હોય, પ્રૂફવાચનમાં કાંઈ પણ ક્ષતિઓ રહેલ હોય, ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ કાંઈ પણ વિવેચન થયું હોય તે બદલ મિચ્છા મિ દુક્કડં માંગું છું.
.
પ્રાંતે મોક્ષપ્રાપ્તિના અર્થીએ ભાષાની વિશુદ્ધિનો અવશ્ય આશ્રય કરવો જોઈએ અને તેના માટે ભાષાવિશુદ્ધિના ઉપાયભૂત પ્રસ્તુત ગ્રંથના રહસ્યને જાણવા સમ્યક્ યત્ન કરવો જોઈએ; કેમ કે ભાષાનું જ્ઞાન મોક્ષનું કારણ છે એ પ્રમાણે ગ્રંથકારશ્રીએ સ્વયં કહેલ છે. તેથી આ ગ્રંથના બોધ દ્વારા ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરી ભાષાની શુદ્ધિ દ્વારા ભાષાસમિતિ અને વચનગુપ્તિનું સુંદર પાલન કરી હું અને સૌ કોઈ લઘુકર્મી ભવ્યાત્માઓ રત્નત્રયીનું આરાધન કરી અસંગભાવને પ્રાપ્ત કરી ક્ષપકશ્રેણીના આરોહણ દ્વારા ઘાતીકર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાનને પામી યોગનિરોધ કરી અઘાતીકર્મોને ખપાવી અષ્ટકર્મથી વિનિર્મુક્ત બની સિદ્ધસ્વરૂપના ભોક્તા બનીએ એ જ શુભકામના !!
-- ‘લ્યાણમસ્તુ સર્વનીવાનામ્' .
આસો સુદ-૧૫ (શરદપૂર્ણિમા), વિ. સં. ૨૦૬૮, તા. ૨૯-૧૦-૨૦૧૨, સોમવાર એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭.
卐
વ્યાખ્યાનવાચસ્પતિ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી તથા પરમપૂજ્ય સમતામૂર્તિ પ્રવર્તિની સાધ્વીજી રોહિતાશ્રીજી મહારાજના શિષ્યરત્ના સાધ્વીજી ચંદનબાલાશ્રી
卐