________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | પ્રાસ્તાવિક
ગાથા-૧માં અરાધક-વિરાધકને આશ્રયીને ચાર પ્રકારની ભાષામાં પરિભાષા અને નિશ્ચયથી આરાધક અને વિરાધક એમ બે ભેદની પ્રાપ્તિ થાય છે તે બતાવેલ છે.
ગાથા-૨૦માં વ્યવહારનયને સંમત એવી આરાધક-વિરાધક ચાર ભાષારૂપ વસ્તુ પણ શાસ્ત્રસંમત છે એ પ્રમાણે બતાવેલ છે.
ગાથા-૨૧માં સત્યભાષાનું લક્ષણ અને શ્રુતમાં સત્યભાષા આરાધિકી છે એ પ્રમાણે બતાવેલ છે. ગાથા-૨૨માં સત્યભાષાના દશ ભેદો બતાવેલ છે. ગાથા-૨૩માં જનપદસત્યભાષાનું લક્ષણ બતાવેલ છે. ગાથા-૨૪માં સંમતસત્યભાષાનું લક્ષણ બતાવેલ છે. ગાથા-૨૫માં સ્થાપના સત્યભાષાનું લક્ષણ બતાવેલ છે. ગાથા-૨૬માં નામસત્યભાષાનું લક્ષણ બતાવેલ છે. ગાથા-૨૭માં રૂપસત્યભાષાનું લક્ષણ અને રૂપસત્ય અને સ્થાપના સત્યભાષા વચ્ચે ભેદ બતાવેલ છે.
ગાથા-૨૮થી ૩૦માં પ્રતીત્યસત્યભાષાનું લક્ષણ અને પ્રતીત્યસત્યભાષાને સત્યભાષારૂપે સ્વીકારની યુક્તિ બતાવેલ છે.
ગાથા-૩૧માં વ્યવહારસત્યભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૩રમાં ભાવ સત્યભાષાનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૩૩માં યોગસત્યભાષાનું સ્વરૂપ બતાવેલ છે.
ગાથા-૩૪થી ૩૬માં પમ્પસત્યભાષાના બે ભેદો, ઔપમ્પસત્યભાષાના અવાંતર ચાર ભેદો અને તેના અવાંતરભેદોનું વિસ્તૃત વર્ણન તથા ઉપમાનસત્યભાષાને સત્યભાષારૂપે સ્વીકારની યુક્તિ બતાવેલ છે. ગાથા-૩૭માં સત્યભાષાના નિરૂપણનો ઉપસંહાર કરેલ છે.
ભાષારહસ્યનું આ વિવેચન પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે ભાષારહસ્ય ગ્રંથ વાંચતી વખતે સ્વાધ્યાય જિજ્ઞાસુ એક પૂ. વિદુષી સાધ્વીજી ભગવંતે નોટરૂપે તૈયાર કરેલ. (તેઓએ નિઃસ્પૃહભાવે પોતાનું નામ લખવાની “ના” કહેલ છે.) ત્યારપછી આની વ્યવસ્થિત પ્રેસકોપી તૈયાર કરીને અનેક તત્ત્વજિજ્ઞાસુવર્ગની માંગણી હોવાથી આ ભાષારહસ્યગ્રંથનું શબ્દશઃ વિવેચન ભાગ-૧/રમાં વિભાજિત કરીને ગીતાર્થગંગા સંસ્થા તરફથી પ્રકાશિત કરવામાં આવે છે. ભાષારહસ્યના આ વિવેચનને ભાવવાહી અને સરળ બનાવવામાં મુખ્ય ફાળો પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મહેતાનો છે. શબ્દશઃ વિવેચનના આધારે અનેક તત્ત્વજિજ્ઞાસુઓ ગ્રંથના પદાર્થોનો સારી રીતે બોધ કરી શકે છે.
મારી નાદુરસ્ત રહેતી તબિયતમાં પૂજ્યોની આજ્ઞાથી રાજનગર - અમદાવાદ મુકામે સ્થિરવાસ કરવાનું થયું છે તે દરમિયાન યોગગ્રંથો અને અધ્યાત્મગ્રંથોના વાચન કરવાનો, આલેખન કરવાનો અને સ્વાધ્યાય