________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | પ્રાસ્તાવિક
ભાષારહસ્ય પ્રકરણ' શબ્દશઃ વિવેચન ભાગ-૧ના
સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક TRRRRRRRRRRRRRRRRRRRRRRR
ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાની સ્વપજ્ઞવિવરણ સહિત પ્રસ્તુત ‘ભાષારહસ્યનામની આ કૃતિ છે. તેઓશ્રીમદે “રહસ્ય' પદથી અંકિત ૧૦૮ કૃતિઓ રચવાની અભિલાષા સેવી હતી તે મુજબ એમણે રચેલી અત્યાર સુધીમાં નિમ્નલિખિત ચાર કૃતિઓ ઉપલબ્ધ થઈ છે :
(૧) ઉપદેશરહસ્ય (૨) ન રહસ્ય (૩) ભાષારહસ્ય અને (૪) સ્યાદ્વાદરહસ્ય (લઘુ, મધ્યમ અને બૃહતું ટીકા).
આ પૈકી ઉપાંત્ય કૃતિ અત્રે પ્રસ્તુત છે તેમાં પ્રાકૃત ભાષામાં રચાયેલાં ૧૦૧ પદ્યો છે. વાણી એ માનવજાતિની વિશિષ્ટ સંપત્તિ છે, એનો સદુપયોગ થવો ઘટે. શ્રમણોની વાણી-ભાષા ભાષાસમિતિ અને વચનગુપ્તિથી સદાયે વિભૂષિત હોવી જોઈએ. એમની ભાષા કેવી હોવી જોઈએ ? એ વિષે અનેક પ્રાચીન ગ્રંથોમાં નિરૂપણ કરાયું છે. દા.ત. શ્રી પ્રજ્ઞાપના સૂત્રનું ‘ભાષા પદ, શ્રી દશવૈકાલિકસૂત્રનું વાક્યશુદ્ધિ' નામનું સાતમું અધ્યયન અને તેની નિયુક્તિ, ચૂર્ણિ તથા આ. ભ. હરિભદ્રસૂરિજી આદિ કૃત ટીકાઓ, શ્રી આચારાંગસૂત્રનું ‘ભાષાજાત અધ્યયન વગેરે વિવિધ ગ્રંથોના સારરૂપે ભાષાનું રહસ્ય પ્રસ્તુત કૃતિમાં ઉપસ્થિત કરાયું છે.
ભાષારહસ્યગ્રંથમાં નીચે મુજબના વિષયોને સ્થાન અપાયું છે : ભાષાના નામભાષા ઇત્યાદિ ચાર નિક્ષેપ, દ્રવ્યભાષાના ગ્રહણ, નિસરણ અને પરાઘાત એ ત્રણ પ્રકારો, ગ્રાહ્યભાષાની દ્રવ્યાદિની અપેક્ષાએ વિચારણા, ભાષાદ્રવ્યનાં પૃષ્ટ, અવગાઢ ઇત્યાદિ નવ દ્વારો, નિવૃતભાષાના ખંડભેદ ઇત્યાદિ પાંચ ભેદ અને એનાં ઉદાહરણ, પરાઘાતભાષાનું સ્વરૂપ, ભાષાના દ્રવ્ય, શ્રત અને ચારિત્રને અનુલક્ષીને ત્રણ પ્રકાર, દ્રવ્યને આશ્રયીને ભાષાના સત્યા, અસત્યા, સત્યામૃષા અને અસત્યાઅમૃષા એમ ચાર પ્રકાર, વ્યવહારનય પ્રમાણે આ ચાર પ્રકાર અને નિશ્ચયનય પ્રમાણે પહેલા બે જ પ્રકાર, આરાધનાને આશ્રીને ભાષાના આરાધનીભાષા આદિ ચાર પ્રકાર, સત્યાભાષાના દસ પ્રકારનાં લક્ષણ, એ દસે પ્રકારના ચાર-ચાર ઉપપ્રકાર, અસત્યાભાષાના દ્રવ્યાદિની અપેક્ષાએ ચાર ભેદ, આ અસત્યાભાષાના તેમજ મિશ્રાભાષાના દસ દસ પ્રકારો, અસત્યામૃષાના બાર પ્રકારો, કયા જીવને કઈ ભાષા સંભવે ? તેમજ સાધુઓનો ભાષા પરત્વે વિવેક – એમણે કેવું વચન ઉચ્ચારવું અને કેવું નહિ ? ઇત્યાદિ.
સ્વપજ્ઞવિવરણઃ “ભાષારહસ્ય' ગ્રંથરત્ન ઉપર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ જાતે સંસ્કૃતમાં આ વિવરણ રચ્યું છે જેમાં ૬૭ સાક્ષીપાઠો નજરે પડે છે. અંતમાં નવ પદ્યની પ્રશસ્તિ છે, અને એ દ્વારા