________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ / સંકલના કહેવાય, જેમ જિનપ્રતિમાને આશ્રયીને આ વીર ભગવાન છે તેમ કહે તે સ્થાપના ત્યાભાષા ઉચિત સ્થાને હોવાથી સત્યભાષા બને છે. પરંતુ સાધુના વેશનું આલંબન લઈને પાર્થસ્થકુગુરુને આ સાધુ છે તેમ કોઈ કહે તો તે વચન અસ્થાને બોલાયેલ વચનરૂપ હોવાથી સ્થાપના સત્યાભાષા બનશે નહિ. ગાથા-૨૨માં બતાવેલ દશ પ્રકારની સત્યભાષાનાં નામો આ પ્રમાણે છે : (૧) જનપદસત્યાભાષા, (૨) સંમતસત્યાભાષા, (૩) સ્થાપના સત્યાભાષા, (૪) નામસત્યાભાષા, (પ) રૂપસત્યાભાષા, (૯) પ્રતીત્યસત્યાભાષા, (૭) વ્યવહારસત્યાભાષા, () ભાવસત્યાભાષા, (૯) યોગસત્યાભાષા અને (૧૦) ઔપમ્પસત્યાભાષા.
આ દશપ્રકારની ભાષામાં પમ્પસત્યાભાષા ઉપમાનની અપેક્ષા રાખે છે. ઉપમાન એ દૃષ્ટાંત છે, તે ઉપમાનના ભેદો પૃ. ૪માં બતાવ્યા પ્રમાણે પ્રાપ્ત થાય છે.
છબસ્થતાને કારણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ જો કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા,
આસો સુદ-૧૫ (શરદપૂર્ણિમા), વિ. સં. ૨૦૬૮, તા. ૨૯-૧૦-૨૦૧૨, સોમવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪