________________
૨
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સંકલના
વળી આજ્ઞાપની આદિ ભાષાઓ અનુભય ભાષા છે.
આ રીતે ભાવભાષા પણ તેના વિષયભૂત પદાર્થને આશ્રયીને દ્રવ્યના વિષયમાં ચારભેદવાળી છે જેનું વિસ્તારથી વર્ણન ગ્રંથકારશ્રીએ ગાથા-૧૬થી માંડીને ગાથા-૮૧ સુધી કરેલ છે. જેના બળથી બોધ થાય કે શિષ્યલોક સંમત પદાર્થને સ્પર્શનારી કઈ ભાષા સત્ય છે કે જે ભાષા ઉત્સર્ગથી સાધુએ બોલવી જોઈએ અને કઈ ભાષા બોલવી જોઈએ નહીં.
વળી કઈ ભાષા બાહ્યપદાર્થને આશ્રયીને અસત્ય છે ? જેને ઉત્સર્ગથી સાધુએ બોલવી જોઈએ નહિ. વળી કઈ ભાષા મિશ્ર છે ? જે ભાષા પણ ઉત્સર્ગથી સાધુને બોલવી ઉચિત નથી તેનો બોધ થાય અને અસત્યામૃષારૂપ ભાષા કેવા સ્વરૂપવાળી બોલાયેલી સંયમવૃદ્ધિનું કારણ છે ? તેનું વિસ્તારથી વર્ણન ગ્રંથકારશ્રીએ કરેલ છે. જેના બળથી શિષ્ટસંમત ભાષા બોલનારા સાધુ ઉત્સર્ગથી સત્યભાષા અને અનુભયભાષા જ બોલે છે, અન્ય ભાષા બોલતા નથી.
વળી જેઓને સત્યાભાષા આદિ ચાર ભાષાઓના વાસ્તવિક સ્વરૂપનો બોધ નથી તેઓ સત્ય બોલવાના આશયથી જ પોતે માનતા હોય કે હું જિનવચનાનુસાર સત્ય બોલું છું, તોપણ ચાર ભાષાના યથાર્થ બોધના અભાવને કારણે અસત્યમાં જ કે મિશ્રભાષામાં જ સત્યનો ભ્રમ થાય છે, આથી જ વચનગુપ્તિના અર્થી સાધુએ દશવૈકાલિકસૂત્રના અવલંબનથી વર્ણન કરાયેલ સત્યાભાષા આદિ ચાર ભાષાના સ્વરૂપને જાણવા યત્ન કરવો જોઈએ.
વળી આ ચાર ભાષાને જ સામે રાખીને ગાથા-૧૯ની અવતરણિકામાં શંકા કરી કે સત્યભાષા આરાધક છે, અસત્યભાષા વિરાધક છે, મિશ્રભાષા દેશઆરાધક-દેશવિરાધક છે અને અનુભયભાષા અનારાધકઅવિરાધક છે તેવા પ્રકારનો ભ્રમ સ્થૂલદ્દષ્ટિવાળાને થાય. તેનું નિરાકરણ કરતાં બતાવ્યું કે નિશ્ચયનયથી તો આરાધક અને વિરાધક એમ બે જ પ્રકારની ભાષા છે અન્ય કોઈ ભાષા નથી. તેથી એ ફલિત થાય કે ભાષાસમિતિના જાણનારા અને વચનગુપ્તિવાળા સાધુ જિનવચનાનુસાર ઉપયુક્ત થઈને સત્યાભાષા આદિ ચારેય ભાષામાંથી લાભાલાભનો વિચાર કરીને જેનાથી સ્વપરનું કલ્યાણ થાય તે પ્રકારે જે કોઈ ભાષા બોલે છે તે ભાષા આરાધક છે તેથી સ્વપરના કલ્યાણને સામે રાખીને સાધુ અપવાદથી અસત્યભાષા બોલે તોપણ ભગવાનના વચનની આરાધના કરનાર હોવાથી સંયમની શુદ્ધિને પ્રાપ્ત કરે છે અને ભાષાના રહસ્યને નહીં જાણનારા બાહ્ય પદાર્થને આશ્રયીને સત્યને જ કહેનારા સાધુ પણ સ્વપરના કલ્યાણના કારણ બને એવી ભાષા નહિ બોલનારા હોવાથી વિરાધક જ છે; કેમ કે તેમનામાં ભાષા વિષયક ઉચિત બોધ નથી. ભાષાસમિતિના અને વચનગુપ્તિના રક્ષણના ઉપાયનો જેને બોધ નથી એવા સાધુ બોલવાના જ અધિકારી નથી.
વળી ગાથા-૨૧માં સામાન્યથી ચાર ભાષામાંથી સત્યભાષા આરાધની ભાષા કહેવાય છે એમ કહેલ છે. અને ગાથા-૨૨માં તે સત્યભાષાના દશભેદો બતાવેલ છે. તેથી એ ફલિત થાય કે જનપદસત્ય આદિ દશ ભેદોને આશ્રયીને પ્રસંગ અનુસાર જે સત્યનો અવસર હોય તે વખતે તે ભાષા સાધુ બોલે તો તે સત્યાભાષા