________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ / પ્રાસ્તાવિક
૬
કર્તાએ પોતાની ગુરુપરંપરાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે.
ભાષારહસ્ય ગ્રંથ - સ્વોપજ્ઞવિવરણનું આ શબ્દશઃ વિવેચન તૈયાર કરવામાં આવેલ છે. આ શબ્દશઃ વિવેચન ભાગ-૧/૨માં વિભાજિત કરવામાં આવેલ છે. ભાગ-૧માં ૧થી ૩૭ પઘોનું શબ્દશઃ વિવેચન આપવામાં આવેલ છે.
‘ભાષારહસ્ય’ શબ્દશઃ વિવેચન ભાગ-૧માં આવતાં પદાર્થોનું સંક્ષિપ્ત દિગ્દર્શન :
પ્રારંભમાં ટીકાકારશ્રીએ મંગલાચરણ કરીને વચનગુપ્તિ અને ભાષાસમિતિ પ્રત્યે ભાષાની શુદ્ધિને કારણરૂપે સ્વીકારની યુક્તિ બતાવેલ છે.
ગાથા-૧માં ગાથાના પૂર્વાર્ધથી ત્રેવીસમા તીર્થપતિ પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરીને મંગલાચરણ કરેલ છે અને ગાથાના પશ્ચાર્ધથી ગ્રંથનિર્માણનું પ્રયોજન શ્રંથકારશ્રીએ બતાવેલ છે. ગાથા-૨માં ભાષાવિષયક ચાર નિક્ષેપા બતાવીને દ્રવ્યભાષાના ગ્રહણ, નિઃસરણ અને પરાધાત એમ ત્રણ ભેદો બતાવેલ છે.
ગાથા-૩માં કેવા પ્રકારના ભાષાદ્રવ્યો જીવ ગ્રહણ કરે છે, તે અંગે દ્રવ્યાદિચતુષ્કનો વિચાર બતાવેલ છે. ગાથા-૪માં ભાષા બોલનાર પુરુષ જે ભાષાવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે તે સ્પષ્ટ છે કે અસ્પૃષ્ટ છે ઇત્યાદિ વિષયક જિજ્ઞાસામાં ભાષાદ્રવ્યોના સૃષ્ટાદિ ભેદો બતાવેલ છે.
ગાથા-૫માં કેવા પ્રકારનાં ભાષાદ્રવ્યોનો નિસર્ગ-નિઃસરણ થાય છે, તે બતાવેલ છે.
ગાથા-૬માં અભિન્ન નિઃસરણ ભાષાદ્રવ્યનું સ્વરૂપ બતાવેલ છે.
ગાથા-૭-૮માં તીવ્ર પ્રયત્નથી બોલનાર વક્તા દ્વારા જે ભાષાના ભેદો કરાય છે તે ભાષાના ભેદો કેટલા પ્રકારના છે, તે બતાવીને ભાષાદ્રવ્યોના ભેદનાં લક્ષણો બતાવેલ છે.
ગાથા-૯માં ખંડાદિ પાંચ ભેદોથી વિદ્યમાન એવા ભાષાદ્રવ્યોના પરસ્પર અલ્પ-બહુત્વનું સ્વરૂપ બતાવેલ છે.
ગાથા-૧૦માં બોલાયેલી ભાષાથી થતા ભાષાદ્રવ્યના પરાઘાતનું સ્વરૂપ બતાવેલ છે.
ગાથા-૧૧-૧૨માં ગ્રહણ, નિઃસરણ અને પરાઘાતમાં દ્રવ્યભાષાપણાનું સમર્થન કરેલ છે. ગાથા-૧૩માં ભાવભાષાના સ્વરૂપનું પ્રતિપાદન કરેલ છે.
ગાથા-૧૪માં ભાષાને બોધનું અકારણ સ્વીકારનાર બૌદ્ધમતનું નિરાકરણ કરીને ભાષાથી યથાર્થ બોધના સંભવનું સ્થાપન કરેલ છે.
ગાથા-૧૫માં ભાવભાષાના ત્રણ ભેદો અને દ્રવ્યભાવભાષાના ચાર ભેદો બતાવેલ છે.
ગાથા-૧૬માં દ્રવ્યભાવભાષાના પર્યાપ્તભાષા અને અપર્યાપ્તભાષારૂપ બે ભેદો બતાવેલ છે. ગાથા-૧૭માં દ્રવ્યભાવભાષાના વ્યવહારથી ચાર ભેદો અને નિશ્ચયથી બે ભેદો બતાવેલ છે. ગાથા-૧૮માં નિશ્ચયનયથી બે ભાષા સ્વીકારમાં પ્રજ્ઞાપનાસૂત્રના વચનથી પુષ્ટિ કરેલ છે.