Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
કવિશ્રીએ પ્રથમ કાવ્યમાં જ પ્રથમ કડી રૂપે નમસ્કારનો ભાવ પ્રગટ કરી “નમું શ્રી સદ્ગુરુ ભગવંત” આ શબ્દો ઉચાર્યા છે.
ઉપસંહાર : આપણે સૂક્ષ્મ રીતે આખા પદ ઉપર ઊંડું વિવેચન કર્યા પછી, સામાન્ય પાઠકને માટે ફરીથી એક ટૂંકી સમીક્ષા સાથે ભાવાર્થ પ્રગટ કરશું, જે આત્મસિદ્ધિનો અર્થ પ્રસિદ્ધ
ed
“જે સ્વરૂપ સમજયા વિના”, અર્થાત્ શુદ્ધાત્મા એવા સિદ્ધ પ્રભુનું, અરિહંત ભગવાનનું કે સ્વયં આ દેહમાં, નિર્વાસિત આત્મતત્ત્વનું સ્વરૂપ સમજયા વિના આ જીવ અનંત કાળથી જન્મ મૃત્યુના દુઃખો ભોગવે છે પરંતુ અહીં ખ્યાલ રાખવો ઘટે છે કે આત્મતત્ત્વનું સ્વરૂપ સમજવું જેટલું જરૂરી છે, એથી પણ વધારે જરૂરી આ સંસારનું સ્વરૂપ કે બધા દ્રવ્યનું સ્વરૂપ તેમાંય ખાસ કરીને પુદ્ગલનું સ્વરૂપ કે દ્રશ્યમાન જગતનું સ્વરૂપ સમજવું તે ઘણું જ મહત્વપૂર્ણ છે. બધા દ્રવ્યોનું સ્વરૂપ સમજે તો જ જીવ તેમાંથી છૂટો પડે. આત્મસ્વરૂપ તો બહુ દૂર છે, પરંતુ પૌદ્ગલિક સ્વરૂપ સામે જ છે. તો હે ભાઈ ! તું સંસારના સ્વરૂપને સમજી લે, અન્યથા આ માયાવી જગતને સમજયા વિના અનંતકાળથી જીવ જન્મ મૃત્યુની જાળમાં ફસાયેલો છે. કેવળ જન્મ મૃત્યુ નહિં, પણ આધિભૌતિક, આધિદૈહિક અને આધ્યાત્મિક ત્રિવિધ દુઃખનો સામનો કરી રહેલ છે અને તેની જ મથામણમાં મૂલ્યવાન માનવ જીવન નિષ્ફળ ચાલ્યું જાય છે. તેથી અહીં કવિરાજ સૂચના આપે છે કે મહત્વપૂર્ણ એવા પદને અર્થાત્ તત્ત્વને સમજી લે. અહીં પદનો અર્થ સ્થાન પણ થાય છે અને તારતમ્ય ભાવે આત્માની એક પછી એક નિરંતર ઉદ્ભવતી દશાઓ પણ પદમાં આવે છે અને આ બધી અવસ્થાની પાર કરી ગયેલા એવા સિદ્ધ ભગવંતો પણ આ પદમાં જ નિહિત છે.
પદનો વ્યાપક અર્થ કરીએ તો બ્રહ્માંડના બધા કેન્દ્ર બિંદુઓ કોઈ એક પ્રકારે વિભિન્ન પદમાં અધિષ્ઠિત છે. અહીં કવિરાજે “પદ' એકવચનમાં કહ્યું છે પણ તે બધા પદને અનુલક્ષીને વ્યાપક અર્થમાં કહ્યું છે. જેથી આ પદનું મહત્ત્વ અનંતકાળના દુઃખથી મુકિત અપાવનારું છે, તેવી ગેરન્ટી સાથે પોતાને જે અમીના ઓડકાર આવ્યા છે તે બીજા પદમાં વ્યકત કરે છે. “સમજાવ્યું તે પદ” કહીને પોતે સદ્ગુરુના ચરણમાં ઢળી પડયા છે અને હર્ષની અભિવ્યકિત કરે છે, ત્રિવિધ નમસ્કાર કરીને સંતુષ્ટિનું પાન કરે છે. આવા આત્મસિદ્ધિના પ્રથમ પદમાં શુદ્ધ અવસ્થાનું સ્વચ્છ રીતે સ્પષ્ટીકરણ કર્યું છે. પદની એક અજ્ઞાત અવસ્થા અને એક જ્ઞાત અવસ્થા. અજ્ઞાત અવસ્થામાં અનંત દુઃખ છે અને જ્ઞાત અવસ્થામાં તે દુઃખની મુકિતનો માર્ગ સ્પષ્ટ દેખાય છે. અને આ બને અવસ્થાના દ્યોતક એવા સદગુરુ છે.
વસ્તુતઃ સદ્ગુરુ એ પ્રકાશસ્તંભ છે. તે સ્વયં કશું કરતા નથી પરંતુ તેનાથી ઉદ્ભવતો પ્રકાશ સ્વતઃ માર્ગદર્શન આપે છે અને પ્રતિફળ રૂપે ભકતને નમસ્કાર કરવાના રહે છે.
જ્ઞાન અને નમન એ ગુરુ શિષ્યની લેવડ દેવડનો મુખ્ય વ્યાપાર છે. ગુરુથી જ્ઞાનપ્રાપ્તિ અને શિષ્યની અર્પણતા, આ યોગને જ શાસ્ત્રકારોએ ભકિત કહી છે. ભકિતયોગમાં કૃપાપાત્ર થયા પછી ઈશ્વર પ્રત્યેનું કે ગુરુ પ્રત્યેનું સમર્પણ એ સમકક્ષાની ક્રિયા છે. અહીં સદ્ગુરુને ભગવંત કહીને કવિરાજે સદ્ગુરુને ભગવાનના સ્થાને સ્થાપ્યા છે. એટલે પ્રભુ પ્રત્યેનું સમર્પણ અને ગુરુ
૧૩