Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
મહાજ્ઞાનીના વર્ણન આવે છે ત્યાં ગુપ્ત બ્રહ્મચારી, ગુપ્ત તપસ્વી, ગુપ્ત જ્ઞાની તેવા શબ્દોનો પ્રયોગ થયો છે. તે ઘણા ગૂઢ અર્થને સૂચવે છે અસ્તુ.
અહીં આપણે આત્મસિદ્ધિના પ્રથમ પદને વિશેષ રૂપે નિહાળીએ છીએ, ત્યારે તેના શબ્દાતીત ભાવો અને બોધ સ્વયં જ્ઞાનગમ્ય બની મન, ઈન્દ્રિય, પ્રાણને એક નિશ્ચિત દિશામાં લઈ જાય છે અને આ દિશા તે જ આત્મસિદ્ધિના આગળના પદો છે. ધન્ય છે ! આત્મસિદ્ધિના સૂત્ર –પાત કરનાર એ નિર્મળ આત્માને !
‘સદ્ગુરુ' શબ્દના જે આધ્યાત્મિક ભાવો છે તેનું થોડું સ્પષ્ટીકરણ.
પૂર્વપક્ષ :- બધી જગ્યાએ ભગવાનને, ગુરુઓને નમસ્કાર કરવામાં આવે છે. તે શા માટે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કશો ઉપકાર કરતું નથી, તેવી જ રીતે એક આત્મા બીજા આત્માને કશું આપી શકતો નથી. જો આવી વ્યવસ્થા હોત તો તીર્થંકર ભગવાન અનંત શકિતના સ્વામી છે. બધાને કર્મરહિત પલવારમાં કરી દેત, પરંતુ તેવું કરી શકતા નથી. તો આ પરસ્પર દર્શન, વંદનથી ફાયદો શો ? શું શ્રવણ માત્ર જ પર્યાપ્ત નથી ? જીવ સાંભળીને, સમજી પોતાનું કલ્યાણ કરે, પરંતુ નમન કે વંદનની જાળમાં શા માટે ફસાય ? તેનું કોઈ પ્રયોજન દેખાતું નથી. આ દૃષ્ટિએ આમાં કશો ભૌતિક લાભ કે બીજો કોઈ વ્યવહારિક કે ખાસ આર્થિક લાભ જોવામાં આવતો નથી. અધ્યાત્મશાસ્ત્રમાં ગુરુઓનું આટલું મહત્ત્વ કેમ ? વ્યાવહારિક ધર્મમાં તો ગુરુ એક પારિવારિક વ્યકિત બની જાય છે અને તેના હિતાહિત સબંધો સ્થાપિત છે. તો અધ્યાત્મ ક્ષેત્રમાં ગુરુનું શું પ્રયોજન ?
ઉત્તરપક્ષ : પૂર્વપક્ષની શંકા બરાબર છે. વસ્તુતઃ સ્વતંત્ર દ્રવ્યો પરસ્પર નિરાળા છે, તો ભૌતિક દૃષ્ટિએ ગુરુને વંદન કરવાનું કોઈ મૂલ્ય નથી પરંતુ અહીં એક ગૂઢ સિદ્ધાંત રહેલો છે. જે પૂર્વપક્ષની દૃષ્ટિથી બહાર છે. આ છે જ્ઞાન ધ્યેયનો સિદ્ધાંત. જ્ઞાન સ્વયં નિષ્ક્રિય હોવા છતાં તે પારંપારિક રીતે સક્રિય પણ છે. દા.ત. જેમ કે સામે સર્પ છે (સર્પ) પરંતુ સર્પના દર્શન થતાં વ્યકિતને ‘સર્પ’નું જ્ઞાન થાય છે. આ જ્ઞાન થવાથી સર્પ ઉપર કોઈ પ્રભાવ પડતો નથી, પરંતુ સર્પના દર્શન થતાં જ સર્પ વિષેનું જ્ઞાન સક્રિય થાય છે અને વ્યકિતને સર્પથી બચવા પ્રેરણા આપે છે. અર્થાત્ જ્ઞાનની એક પરિણતિ થાય છે. આમ સાપ અને સાપના દ્રષ્ટા જોનાર બન્ને સ્વતંત્ર હોવા છતાં સર્પ રૂપી જ્ઞેય જ્ઞાનમાં સમાયેલું છે અને આ શેયાત્મક સર્પ આત્મરૂપી દ્રવ્યમાં સ્વયં પરિણિત કરે છે. આ ઘણો જ ઊંડો સિદ્ધાંત છે. (જોનાર) બન્ને સ્વતંત્ર હોવા છતાં જેથી જ્ઞાન, શેયનો સિદ્ધાંત સ્પષ્ટ થશે.
જ્ઞાનનું મહત્વ : જેમકે દર્શન શાસ્ત્રમાં સામાન્ય રીતે જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિનું અનુમાન થાય છે. પરંતુ વસ્તુતઃ ધૂમાડાથી અગ્નિનું જ્ઞાન થતું નથી. ધૂમ્ર જ્ઞાનાત્ અગ્નિ જ્ઞાનમ્. અર્થાત્ ધૂમાડાના જ્ઞાનથી અગ્નિનું જ્ઞાન થાય છે, ધૂમાડાથી નહીં. (૨) ભગવાનની મૂર્તિથી કલ્યાણ થાય છે, તે બાહ્ય દષ્ટિ છે. મૂર્તિથી કલ્યાણ થતું નથી. પરંતુ મૂર્તિના જ્ઞાનથી કલ્યાણ થાય છે. જે જીવને આનું જ્ઞાન નથી કે આ કોની મૂર્તિ છે ? તો તેને માટે મૂર્તિ અને પત્થર બન્ને સરખું છે. અર્થાત્ મૂર્તિજ્ઞાનાત્ વ ાનં। આ રીતે સ્વતંત્ર દ્રવ્યો જ્ઞાનના માધ્યમથી જ્ઞેય રૂપે
૧૧