Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
છે, ત્યારે જીવ નમી પડે છે, અર્થાત્ કઠોર ભાવો લુપ્ત થઈ જાય છે અને પ્રબળ જિજ્ઞાસાનો ઉદ્ભવ થાય છે. વિનય શબ્દનો અર્થ પણ ફકત બાહ્ય નમસ્કાર જેટલો સીમિત નથી. વિનયનો અર્થ જ્ઞાન છે. વિનય એટલે વિશેષ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કરવાની જે આતુરતા છે તેને વિનય કહેવામાં આવ્યો છે.
વિનયથી દ્રવ્ય નમસ્કાર સુધીની કડી : વિનય પ્રગટ થયા પછી આગળનો માર્ગ સ્વચ્છ અને સરળ બની જાય છે. વિનય ભાવની ચરમ પરિણતિ તે નમસ્કાર છે અને આ નમસ્કાર બાહ્ય અંગોમાં પણ પ્રફૂરિત થાય છે. જેમ સોનાને અગ્નિનો સંયોગ થતાં તેના અંદરના ગુણો ચમકી ઉઠે છે, તે જ રીતે બાહ્ય તપોમય મૂર્તિના અથવા તપસ્વી આત્માના સંયોગથી અંતરમાં પ્રગટ થયેલો વિનયભાવ અંગે અંગમાં વિકસિત થતાં બધા અંગો નમ્ર થઈ, ઢીલા થઈ ભાવ પ્રગટ કરવા માટે ઝુકે છે અને બાહ્ય નમસ્કારનું સ્વચ્છ રૂપ દષ્ટિગોચર થાય છે. આમ નમસ્કાર એ એક પ્રકારની અતિ નિર્મળ નિર્વદ્ય પુણ્યક્રિયા છે, પુનિત ક્રિયા છે અને આવું આ નિર્મળ પુણ્ય, એ પવિત્ર આશ્રવ હોવાથી, તે શુભાશ્રવ હોવાથી આત્મવિકાસની શ્રેણીમાં આગળ પણ સહાયક થાય છે. આ જ ભાવોના અનુસંધાનમાં કવિરાજ ' સમજાવ્યું તે પદ નમું' એમ કહી સલ્લુરુના શરણમાં ઢળી પડયા છે અથવા જે ભકત આ સ્વરૂપને સમજ્યો છે તે પણ એ જ રીતે નમનશીલ બની જાય છે, તેમાં કોઈ શંકા નથી. આત્મસિદ્ધિનું આ પહેલું પદ ધર્મનો જે પ્રથમ પાયો છે તેની વ્યાખ્યા કરી પુણ્યમય ભાવોથી પુણ્યાતીત ભાવો સુધી લઈ જશે.
નમસ્કારમાં ન ધાતુ રહેલો છે. શબ્દકોષના આધારે તેનો અર્થ નમવું થાય છે અને નીચે ઉતરવું પણ થાય છે. અર્થાત્ ધરાતલ પર આવવું. બંગાળી ભાષામાં તો “નામીયે છી” “ઉતરું છું.” એવા અર્થમાં છે. “નમ્ ધાતુ સાથે “કાર” શબ્દ તે કર્તા વાચી છે નમન કરનાર અથવા તે કાર શબ્દ ક્રિયાવાચી પણ છે, નમનની ક્રિયા. આ બન્ને ભાવ નમસ્કાર શબ્દમાં છે. જો આપણે બીજો અર્થ લઈએ તો વિભાવ રૂપી વિકારના શિખરેથી નીચે ઊતરી ધરાતલ ઉપર આવવું અથવા પોતાના ઘરમાં પહોંચવું તેવો શુદ્ધ અર્થ થાય છે. બહાર ભટકેલો જીવ નમસ્કારથી વંચિત છે. આ અર્થમાં નમસ્કાર એ “શુદ્ધ આત્મસ્વરૂપનું રમણ' એવો અર્થ પ્રગટ કરે છે. નમસ્કાર રહિત વ્યકિત ઠેકાણે આવ્યો જ નથી. તે બહિર્મુખ છે, પરંતુ સદ્ગુરુના દર્શન થતા તેમની અંદર નમસ્કારની ક્રિયા થાય છે અને તે સદ્ગુરુને નમે છે. તેને હાથ જોડી પ્રણામ કરે છે. એટલો જ ટૂંકો અર્થ નથી, પણ સદ્ગુરુ જેવું સમજયા પછી પોતે પણ રમણ કરે છે, તેવો ભાવ પ્રગટ થાય છે.
આવું આ સર્વોત્તમ પદ વચમાં રહી શિષ્ય અને સદ્ગુરુને એકાકાર કરી દે છે. છેલ્લે આ પદની વિશેષતા “સમજાવ્યું તે પદ”, બન્નેને એકરૂપ કરી ગુરુ શિષ્યને એક સૂત્રમાં બાંધે છે. જૂઓ તો ખરા ! પદની વિશેષતા.
પદનું ગાંભીર્ય : પદ શું છે? તે તો સ્વયં કવિરાજ પ્રકાશિત કરી રહયા છે. પરંતુ તે પહેલા પદની સમજનું લક્ષ બતાવ્યું છે. અહીં એક પદમાં લક્ષવેત્તા, લક્ષ, લક્ષણ અને ફલશ્રુતિ ચારેય ભાવોની અભિવ્યકિત કરી છે, લક્ષવેત્તાની બન્ને અવસ્થાનું ધોતન છે. પ્રથમ લક્ષવેત્તા અજ્ઞાની છે, તે પદની સમજ નથી, તે લક્ષવેત્તાની પૂર્વ અવસ્થા છે. અને પદ સમજયા પછી