Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
એમનું હૃદય ઉલ્લસિત થયું છે, શાંતિનો અનુભવ થયો છે, અમીના ઓડકાર આવ્યા છે અને તેના ભાવોની ઉર્મિ ઉદ્ભવી રહી છે. તે લક્ષવેત્તાની ઉત્તર અવસ્થા છે. અર્થાત્ જ્ઞાનની બન્ને બાજુ છે, જ્ઞાનદશા અને અજ્ઞાન દશા, પરંતુ આ દશાનો ધારક અહીં લક્ષવેત્તા તરીકે અપ્રગટ રૂપે વર્ણિત છે. અહીં લક્ષવેત્તા પછી તેમનું જે લક્ષ છે એ પદ . આ પદ તે કોઈ આધ્યાત્મિક અવસ્થાનું પ્રતિષ્ઠાન છે, અધિષ્ઠાન છે. અધિકરણ ઉપાદાનની દષ્ટિએ શુધ્ધ ઉપાદાન રૂપ આત્મદ્રવ્ય છે. આવું આ પદ તે લક્ષ છે. લક્ષ વિહિન લક્ષવેત્તા વસ્તુતઃ અલક્ષી જ રહે છે. શાસ્ત્રોમાં આ માટે ચૌભંગી પ્રસિદ્ધ છેઃ (૧) લક્ષ લક્ષિતા, (૨) લક્ષ અલક્ષિતા, (૩) અલક્ષ લક્ષિતા, (૪) અલક્ષ અલક્ષિતા. સૌથી શુદ્ધ પદ એક નંબરમાં છે તે છે લક્ષ – લક્ષિતા. જેમ સાધ્યના આધારે સાધનનો નિર્ણય થાય છે. તેમ લક્ષના આધારે લક્ષવેત્તા ચોક્કસ જગ્યા પર પહોંચે છે, લક્ષ કે સાધ્યનો નિર્ણય કરવો એ સર્વોપરી અતિ આવશ્યક અંગ છે. તે જ સમ્યકત્વ પરિણતિ છે.
અહીં ‘પદ' શબ્દથી લક્ષનું વિધાન કર્યું છે. આ લક્ષને લક્ષવેત્તાની વચ્ચે પર્યાય રૂપે તેના લક્ષણો પ્રગટ થાય છે. લક્ષણ એટલે સાધનાની સાથે ઉદ્ભવતી ઉપક્રિયાઓ છે. જેમ વરસાદ થવાનો હોય ત્યારે લક્ષણો પ્રગટ થાય છે, ઠંડી હવા ચાલે છે, આકાશ છવાય જાય છે, કાળા વાદળાઓ ઘેરાય છે, તેથી સામાન્ય માણસ પણ સમજે છે કે વરસાદના લક્ષણો દેખાય છે. કુતરો કરડવાનો હોય, શિકારી જાનવર શિકાર ઉપર ઝપટવાનો હોય ત્યારે પૂર્વમાં બધા લક્ષણ પ્રગટ થાય છે. આ લક્ષણો જેમ પૂર્વકાલિન છે તેમ ઉત્તરકાલિન પણ હોય છે. વરસાદ થયા પહેલાના લક્ષણ અને વરસાદ થયા પછીના લક્ષણો ઉપરથી કહી શકાય કે અહીં વરસાદ થયો હતો. એ જ રીતે આત્માર્થી જ્યારે આત્માની સન્મુખ થાય છે અને તેનું લક્ષ ઝબકવા લાગે છે તેની પૂર્વમાં તે સાધકની અંદર ઘણા સારા લક્ષણો ઉદ્ભવે છે. સૂર્ય ઉગ્યા પહેલા પૂર્વમાં અરુણોદય થાય છે. ઉષા ખીલી ઉઠે છે. તે જ રીતે આત્માર્થીના પુણ્યનો ઉદય થાય તે, પહેલા આવા ભાવાત્મક શુભ લક્ષણો દેખાય છે, જેને આપણે ધર્મક્રિયા તરીકે કે ભકિત તરીકે સંબોધન કરીએ છીએ.
ઉપાડે તેની તલવાર ઃ અહીં લક્ષવેત્તા સમજનાર જીવ છે. લક્ષ તે પદ છે, નમન તે લક્ષણ છે અને આ પદ સમજવાથી અનંત કાળનું દુઃખ લુપ્ત થશે તે તેની ફલશ્રુતિ છે. તેમ અહીં આધ્યાત્મયોગી કવિરાજે આત્મસિદ્ધિના પહેલા પદમાં જ ચારે ભાવની અભિવ્યકિત કરી અપ્રગટ રૂપે અદભૂત શૈલીથી ઉબોધન કર્યું છે. અત્રે અપ્રગટ રૂ૫ એટલા માટે કહીએ છીએ કે આ કોઈ વ્યકિત વિશેષની સાધના નથી, પરંતુ ઉપાડે તેની તલવાર છે. જે ભાગ્યશાળી જીવ આ લક્ષ તરફ વળે છે, તે બધા લક્ષવેત્તાની કોટિમાં આવશે અને જે પદોનું આગળ વર્ણન કરવાના છે, તે અત્યારે અપ્રગટ છે, તે આત્મતત્ત્વ છે. અને નમનની ક્રિયા પ્રગટ હોવા છતાં નમનકર્તાની ગેરહાજરીથી અપ્રગટ રૂપે વર્ણિત છે અને ફલશ્રુતિ છે તે તો સદાને માટે અપ્રગટ રહેવાની છે. કેવલી ભગવાનને પણ જે શાંતિ ઉપલબ્ધ છે, તે શબ્દોથી ભાખી શકાતી નથી. શબ્દો પોતે અપૂર્ણ અવસ્થાવાળા છે. સાધના નિમિત્ત માત્ર છે. જેમ છત્રી વરસાદના પાણીને રોકે છે પરંતુ તે વરસાદ લાવી શકતી નથી, નિમિત્ત માત્ર છે, તેમ શબ્દ અને શાસ્ત્રો એ બોધના નિમિત્ત માત્ર છે. બોધ શાંતિ અને શુદ્ધ અવસ્થા તે આત્માની પોતાની છે, ગોપ્ય સંપતિ છે. શાસ્ત્રોમાં પણ જ્યાં જ્યાં મહાતપસ્વીના કે
mm 90 mm