________________
अथ व्दितीयमध्ययनम् प्रथमोदेशकः પૂર્વભૂમિકા – પ્રથમ અધ્યયન પૂર્ણ થયું વૈતાલીય નામે બીજું અધ્યયન શરૂ થાય છે. પ્રથમ અધ્યયનમાં સ્વસમયનાં ગુણોનું પરસમયનાં દેનું કથન છે. ત્યારે આમાં તે જાણીને કર્મનું વિદ્યારણ કરવું, સાધુના માટે મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી સંયમનું પાલન કરવું જોઈએ. આ વાતનું અનુકરણ કરી ભગવાન આદિનાથે ભરત ચક્રવતી દ્વારા તિરસ્કાર પામેલા પિતાનાં સંસારી ૯૮ પુત્રોને ઉપદેશ આપે હતે–તેનું સૂત્રકાર કથન કરે છેઃ मूलम्- संबुज्जह किं न बुज्जह, संबोही खलु पेच्च दुल्लहा ।
णो हूवणमंति राईओ, नो सुलभं पुणरावि जीवियं ॥१॥ અર્થ : હે ભવ્ય ! તમે બેધ પ્રાપ્ત કરો. શા માટે બોધ પ્રાપ્ત કરતાં નથી? મૃત્યુ પછી
(સ બોધી) ધર્મની પ્રાપ્તિ નિશ્ચયથી દુર્લભ છે વ્યતીત થયેલી રાત્રિઓ પાછી આવતી નથી તથા સયમી જીવન ફરીથી સુલભ નથી. ટિપ્પણું – આદિનાથ ભગવાને પિતાના ૮ પુત્રને જે ભરતદ્વારા તિરસ્કાર પામેલા
તેને ઉપદેશ આપે રાજ્ય પ્રપંચમાં ન પડતાં તમારું હિત આત્મકલ્યાણશામાં રહેલું છે તે જ સમજાવ્યુ દશ વિશેષ અવસર. ૧ મનુષ્ય જન્મ, ૨. આર્યક્ષેત્ર, ૩ સુકુળની પ્રાપ્તિ, ૪. દીર્ઘ આયુષ્ય, ૫ પાંચ ઈદ્રિયોની પરિપૂર્ણતા, ૬ શરીરની નિરેગિના, ૭ સાધુઓને ચેગ, ૮ ધર્મશ્રદ્ધા, ૯ ધર્મશ્રવણ, ૧૦. ધર્મમાં પરાક્રમને ફેરવો, આ દશ સાધને મનુષ્યને સરળતાથી પ્રાપ્ત થતાં નથી તેમને દશેય સાધને પ્રાપ્ત થયાં છે. ક્ષણવિનશ્વર
રાજ્ય કરતાં અખંડ એક્ષપ્રાપ્તિ માટે પ્રયત્ન કરે. मूलम्- डहरा बुड्डाय पासह, गन्भत्था वि चयंति माणवा ।
सेणे जह वट्टयं हरे, एवं आउक्खयंमि तुट्टई ॥२॥ અર્થ : ભગવાન આદિનાથ પિતાના પુત્ર ને કહે છે - જુઓ, જેમ બાજ પક્ષી તિરર પક્ષીને
ઉપાડી જાય છે તેમ કાળ જીવને કોઈ પણ અવસ્થામાં ઉંચકી લે છે. કેટલાક બાલ્યાવસ્થામાં મરી જાય છે. કેટલાક વૃદ્ધાવસ્થામાં મરી જાય છે. અરે ! કઈ કઈ તો ગર્ભાવસ્થામાં જ
મરણને શરણ થાય છે. मूलम्- मायाहि पियाहि लुप्पइ, नो सुल्लहा सुगई य पेच्चओ ।
____ एयाई भयाई पेहिया, आरंभा विरमेज्ज सुव्वए ॥३॥ અર્થ : માતા-પિતા પ્રત્યેના મોહના કારણે (સંસારમાં) લુબ્ધ થઈ પીડા પામે છે અને તેમનાં મૃત્યુ