________________
૧૨૭.
સૂયગડાંગ સૂત્ર मूलम्- अणुगच्छमाणे वितहं विजाणे तहा तहा साहु अकक्कसेणं ।
न कत्थइ भासं विहिंसइज्जा निरुद्धगं वावि न दोहइज्जा ॥२३॥ અર્થ : સત્ય અને વ્યવહાર ભાષાનો આશ્રય લઈ ધર્મની વ્યાખ્યા કરતાં સાધુના કથનને કઈ ઠીક
ઠીક સમજી શકે છે તથા કોઈ મંદ બુદ્ધિવાળા વિપરીત સમજે છે તે તે વખતે સાધુ કેમળ શબ્દોથી સમજાવવાનો પ્રયત્ન કરે પરંતુ તેને અનાદર કરી શ્રેતાની ભાષાની નિદા કરે નહિ તથા તેનું ચિત્ત દુખાવે નહિ કેઈ વાકયેના અર્થ ટૂંકા હોય તો શબ્દોનો આડંબર કરી તેને વિસ્તૃત કરે નહિ. પણ સરળ ભાષામાં શ્રેતાઓને સમજાવે.
मूलम्- समालवेज्जा पडिपुन्न भासी निसामिया समिया अट्ठदंसी ।
अणाइ सुद्धं वयण भिउंजे अभिसंघए पावविवेगं भिक्खू ॥२४॥ અર્થ : કઈ અર્થ સક્ષેપમાં સમજાવી શકવા ચોગ્ય ન હોય તો તેને સાધક વિસ્તાર પૂર્વક
સમજાવે. સાધક ગુરૂ પાસેથી સારી રીતે વ્યાખ્યા સાંભળી ગુરૂની આજ્ઞા પ્રમાણે પાપને વિવેક રાખી નિર્દોષ અને શુદ્ધ વચન બેલે. સમ્યક્રશનવાળે સાધુ સર્વજ્ઞ પ્રણિત માર્ગ પ્રમાણે પૂર્વાપરનાં વિરોધ સિવાય શુદ્ધ અને સાત્વિક વચન ઉચ્ચારે છતાં માન
પૂજાની ઈચ્છા કરે નહિ मूलम्- अहा तुइयाइं सुसिक्खएज्जा जइज्जया णाइवेलं वएज्जा ।
से दिट्ठिमं दिहिण लूसएज्जा से जाणइ भासिउं तं समाहि ॥२५॥ અર્થ: સાધુ પુરૂષ તીર્થ કરના વચનો સમ્યક પ્રકારે અભ્યાસ કરે તે વચનોને સમજવામાં
યથાગ્ય પ્રયત્ન કરે તેમના ઉપદેશ અનુસાર મર્યાદાનું ઉલ્લંઘન કર્યા સિવાય વધારે ઓછું કે વિપરીતપણાની પ્રરૂપણ કરે નહિ. સમ્યફદષ્ટિ સાધુ પિતાનાં સમ્યક દર્શનને કઈ રીતે દૂષિત ન કરે, આ સાધુ પુરૂષ સર્વજ્ઞની ભાવ પમાધિને યથાયોગ્ય જાણી શકે છે. આ ત્રણ નિશ્ચય રત્ન ભાવ સમાધિ રૂપ છે.
मूलम्- अलूसए णो पच्छन्न भासी णो सुत्तमत्थं च करेज्ज ताई ।
सत्थारभत्ती अणुवीय वायं सुयं च सम्म पडिवाययंति ॥२६॥ અર્થ : સાધુ આગમનાં અર્થને દૂષિત બનાવે નહિ. શાસ્ત્ર સિદ્ધાંતને ગેપ નહિ છૂપાવે પણ
નહિ. પ્રાણીઓની રક્ષા કરનાર સાધુ શાસ્ત્ર અને તેના અર્થની વિપરીત પ્રરૂપણ ન કરે. શિક્ષા દેનાર ગુરૂ ઉપરને પૂજ્ય ભાવ કાયમ રાખી ગુરૂએ જેમ કહ્યું હોય તેવા પ્રકારે સૂત્રનો અર્થ કરે કોઈ ગુપ્ત સિદ્ધાંત એગ્ય શ્રેતા સિવાય કોઈની પાસે પ્રકટ કરે નહિ.