________________
૪ શું અધ્યયન
(પ્રત્યાખ્યાન ક્રિયા) પૂર્વભૂમિકા – ત્રીજા અધ્યયનનાં અંતમાં આહાર શુદ્ધિને ઉપદેશ આપેલ છે. આહાર શુદ્ધિથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે. અને તેનાં અભાવમાં અનર્થ થાય છે. તેથી કલ્યાણ ઈચ્છવાવાળા પુરૂષએ આહાર શુદ્ધિને આગ્રહ રાખવું જોઈએ. પરંતુ પ્રત્યાખ્યાન (પચ્ચખાણ અથવા બધી અથવા ત્યાગ કરવાનો સંકલ્પ) વિના આહારની વિશુદ્ધિ સંભવતી નથી. તેથી આહાર શુદ્ધિનાં કારણભૂત પ્રત્યાખ્યાન ક્રિયાનો ઉપદેશ આપવા માટે આ ચોથા અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે.
मूलम्- सुयं मे आउसंतेणं भगवया एवमक्खायं इह खलु पच्चक्खाण किरिया नामज्झयणे तस्स
णं अयमढे पन्नते-आया अपच्चक्खाणी यावि भवति, आया अकिरियाकुसले यावि भवति, आया मिच्छासंठिए यावि भवति, आया एगंतदंडे यावि भवति, आया एगंतबाले यावि भवति, आया एगंतसुत्ते यावि भवति, आया अवियार मणवयण कायवक्के यावि भवति, आया अप्पडिय-अपच्चक्खाय पावकम्मे यावि भवति, एस खलु भगवता अक्खाए असंजते अविरते अप्पडिहय पच्चक्खाय पावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगत बाले एगंत्तसुत्ते। से वाले अवियार मणवयणकाय वक्के सुविणमवि ण पस्सति,
पावे य से कम्मे कज्जई ॥१॥ અર્થ : શ્રી સુધર્માસ્વામી શ્રી જંબુસ્વામીને કહે છે કે ભગવાન મહાવીર કહેતા હતા કે આત્મા
અપ્રત્યાખ્યાની પણ હોય છે. આત્મા મિથ્યાત્વ સહિત પણ હોય છે. સદાચાર રહિત પણ હોય છે. આત્મા અજ્ઞાની અન્યને દડ દેનારો તથા સૂતેલે પણ હોય છે. આત્મા અપ્રતિહત પાપકર્મ કરવાવાળા હોય છે. આ આત્મા અસંયતિ, અવિરતિ, એકાંતબાળ, મન - વચન - કાયાથી વિના વિચાર્યું કાર્ય કરનાર, સ્વપ્નાંતરમાં નહિ દેખેલા એવા પાપકર્મને પણ બાંધનારો હોય છે પ્રશ્ચાત શુભકર્મના ઉદયે આત્મા પ્રત્યાખ્યાન પણ બને છે. આત્મા અનાદિ કાળથી શુભ ક્રિયામાં અકુશળ અને અશુભ ક્રિયામાં કુશળ હોવાથી અનંત
કાળથી સંસાર પરિભ્રમણ કરી રહ્યો છે. मूलम्- तत्य चोयए पन्नवर्ग एवं वयासी-असंतएणं मणणं पावएणं, असंतियाए वईए पावि
याए, असंतएणं कायेणं पावएणं अहणंतस्स, अमणक्खस्स, अविचार मण वयणकाय वक्कस्स, सुवणिमवि अपस्सओ पावकम्मे नो कज्जइ । कस्सणं तं हेउ ? चोयाए एवं बवीति अन्नयरेणं मणेणं पावएणं मणवत्तिए पावेकम्मे कज्जइ, अन्नयरीए वत्तिए