________________
સૂગડાંગ સૂત્ર
૨૩૧ તો તે આજીવિકા ચલાવવા માટે તેની ભિક્ષાવૃત્તિ જાણવી તેઓ પિતાનાં પરિવારને છાંડીને પોતાના શરીરનું પિષણ કરવા માટે જ નીકળ્યા છે તેમ માનવુ આવા ભિક્ષાચારી અને પેટ ભરનાર સાધુ સંજોગ છોડવા છતાં છ કાય જીવની હિંસા કરવાવાળા છે અને અનંત
સંસારી છે. मूलम्- इमं दयंतं तुम पाउकुव्वं, पावाइणो गरिहसि सम्वएव ।
पावाइणो पुढो किट्टयंता, सयंसयं दिट्ठी करेति पाउ ॥११।। અર્થ : હવે શાલક કહે છે કે હે આદ્રક મુનિ! જે સ્ત્રીસેવન દેષિત આહારથી મુક્તિ મેળવી
શકાતી નથી અને આવા ભિક્ષુકે કર્મબંધનાં ભાગીદાર બને છે તે આ પ્રમાણે કહીને તમે અન્ય દાર્શનિકેની નિદા કરી રહ્યા છે. બધાય પ્રવાદીઓ શિદક આદિનુ સેવન કરતાં થકા સસારનો અંત કરવા માટે પ્રવૃતિ કરી રહ્યા છે અને પોતાનાં દર્શનેમાં જણાવ્યા મુજબ આચરણથી મુકિતની પ્રાપ્તિ બતાવે છે તો તેઓનાં સર્વ પ્રયત્ન નિરર્થક બને. મુકિત, સાધનનાં બદલે કર્મબંધનનું સાધન બની જાય. તેથી તમે સર્વ દર્શનની
નિંદા કરી રહ્યા છો. मूलम्- ते अन्नमन्नस्स गरहमाणा, अक्खंति भो समणा माहणाय ।
सतो य अत्थी असतो य पत्थि, गरहामो दिट्ठी ण गरहामोकिंचि ॥१२॥ અર્થ : આદ્રકુમાર પ્રત્યુતર આપતાં કહે છે કે સમસ્ત અન્ય દર્શનીય શ્રમણ બ્રાહ્મણ વિગેરે
એકબીજાનાં નિંદા મશ્કરી કરે છે પોતાના પક્ષનું સમર્થન કરતાં રહે છે દરેક દાર્શનિક પિતપતાનાં શાસ્ત્રમાં પ્રતિપાદિત કરેલ અનુષ્ઠાનથી જ ધર્મ અને મોક્ષ થાય છે તેમ જ બીજાનાં કહેલાં અનુષ્ઠાનથી ધર્મ કે મોક્ષ થતો નથી એમ કહીને લેકે વચ્ચે પ્રચાર કરે છે. આવી રીતે અન્ય દર્શનીચે પરસ્પર કલેશ કરી રહ્યા છે જ્યારે હું વાસ્તવિક તત્ત્વનું કથન કહી બતાવું છું. કે એકાંતવાદ અસત્ય છે. સત્ય હકીકત પ્રકટ કરવામાં
કોઈની નિંદા નથી मूलम्- ण किंचि रुवेण विभिधारयामो, सदिट्ठीमगं तु करेमु पाउं ।
मग्गे इमे किट्टिए आरिएहि, अणुत्तरे सप्पुरिहि अंजू ।।१३।। અર્થ : હે ગોશાલક ! કઈ પ્રકારની દ્રષબુદ્ધિથી કોઈનાં બે પ્રકટ કરતું નથી પણ આ
જગતમાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે? તે હું તને કહું છું. આ માર્ગ વીતરાગ વિજ્ઞાનથી ભરેલું છે. તેથી તે સર્વોત્તમ છે અને આ માર્ગને નિર્દોષ અને સરળ એવા
મહાત્માઓએ નિજ અનુભવ કરીને બતાવ્યો છે. मूलम्- उठें अहेयं तिरियं दिसासु, तसा य जे थावर जेय पाणा ।
भूयाहि संकाभिदुगुंछमाणा, णो गरहती वुसिमं किंचि लोए ॥१४॥ અર્થ : આદ્રકુમાર કહે છે કે ઉર્વ, અધે અને તિચ્છી દિશામાં રહેલાં સર્વ ત્રસ અને સ્થાવર
જીવોની હિંસાથી નિવૃત થયેલાં સંયમી પુરૂષે આ લેકમાં કેઈની પણ નિંદા કે ગીંણા