________________
૨૪૩
સૂયગડાંગ સૂત્ર
तहाविहेणं एसणिज्जेणं असण पाण खाइम साइमेणं पडिलाभेमाणे बहुहिं सीलव्वयगुण
विरमण पचक्खाण पोसहोववासेहि अप्पाणं भावेमाणे एवं च णं विहरइ ॥३॥ અર્થ આ લેપનામ ગાથાપતિ શ્રમણોપાસક હતે. એટલે સાધુઓનાં ઉપદેશને સાંભળો. સાધુ
પુરૂષની તરફ તેને અનુરાગ હતો. તેઓને આહાર વિગેરેનું દાન કરો. જીવ -અજીવ આદિ નવ તત્વનો જાણકાર હતો. નિગ્રંથ પ્રવચનમાં તે નિઃશંક હતે. અન્ય દર્શનની આકાંક્ષાથી રહિત હતો ધર્મ ક્રિયાના ફળમાં તેને લેશમાત્ર સ દેહ ન હતો. કોઈ સુક્ષ્મ એ શંકા ઉપસ્થિત થાય તો તેનાથી વધારે જ્ઞાની એવા પુરૂષોને પૂછી શકાનું નિવારણ કરતો જીન પ્રવચનને પરમાર્થ સત્ય માનતે તેનું હૃદય કમળ અને કરૂણાથી ભિજાયેલ હતું આખાય રાજ્યને વિશ્વાસુ માણસ હતે. તે એટલે બધે ચારિત્ર્યવાન માણસ હતો કે રાજાનાં અતઃપુરમાં ગમે ત્યાં જવાની તેને છૂટ હતી આઠમ, ચૌદસ, પુનમ આદિ
તિથિમાં પરિપૂર્ણ પૌષધ ઉપવાસ કરતે. मूलम्- तस्सणं लेवस्स गाहावइस्स नालंदाए वाहिरियाए उत्तरपुरथिमे दिसिभाए एत्थणं
सेसदविया नामं उदगसाला होत्था, अणेगरवंभ सय सन्निविट्ठा, पासादिया जाव पडिरूवा तीसे णं सेसदवियाए उदगसालाए उत्तरपुरिच्छिमे दिसिभाए एत्थणं हत्थिजामे
नामं वणसंडे होत्था, किण्हे वण्णओ वणसंडस्स ॥४॥ . અર્થ : લેપ ગાથા પતિએ નાલદા ઉપનગરની ઈશાન દિશામાં એક શેષ દ્રવ્યા નામની જળશાળા
બનાવી હતી. તેને “શેષ દ્રવ્યા” પણ કહેતાં આ શેષ દ્રવ્યાને “પરબ' કહેવામાં આવે છે આ જળશાળા અનેક પ્રકારના સેંકડે થાંભલાથી યુક્ત મનોહર ચિત્ત આકર્ષક તથા ઘણી સુંદર હતી. તેના ઈશાન ખૂણામાં હસ્તીયા નામે એક કૃષ્ણવર્ણ વાળુ વન - ખડ હતું એટલે કે બગીચે હતો. આ બગીચાનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે
સમજી લેવું. मूलम्- तस्सि च णं गिहपदेसंमि भगवं गोयमे विहरइ, भगवं च णं अहे आरामंसि अहेणं उदए
पेढालपुत्ते भगवं पासावचिज्जे, नियंठे मेयज्जे गोत्तेणं, जेणेव भगवं गोयमे तेणेव उवागच्छइ उवागच्छइत्ता, भगवं गोयम एवं वयासी-आउसंतो गोयमा! अत्थि खलु मे केइ पदेसे पुच्छियब्वे, तं च आउसो! अहासुयं, अहादरिसियं मे वियागरेहि-सवायं? भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी अवियाइ आउसो ! सोच्चा निसम्म
जाणिस्सामो ॥५॥ અર્થ :- આ બગીચામાં ભગવાન ગૌતમસ્વામી અનુક્રમે વિહાર કરતાં પધાર્યા તે સમયે ભગવાન
પાર્શ્વનાથનાં શિષ્યનાં શિષ્ય મેદાર્થ ગોત્રીય ઉદક પિઢાલપુત્ર નામનાં નિગ્રંથ શ્રી ગૌતમસ્વામીની પાસે આવીને બેઠા ગૌતમ સ્વામીને કહેવા લાગ્યાં કે હે આયુષ્યમાન ગૌતમ! મારે તમને કંઈક પ્રશ્ન પુછે છે. હે આયુષ્યમાન આપે જેવું સાંભળ્યું છે અને નિશ્ચય