________________
અધ્યયન ૭
मूलम्- तए णं से भगवं गोयमे उदय पेढालपुत्तं गहाय जेणेव समणे भगवं महावीरे तेणेव
उवागच्छइ, उवागच्छित्ता तए णं से उदए पेढालपुत्ते समणं भगवं महावीर तिक्खुत्तो आयाहिणं पयाहिणं करे। तिक्खुत्तो आयाहिणं पयाहीणं करित्ता वदइ नमसइ । वंदित्ता नमंसित्ता एवं वयासी इच्छामिणं भंते । तुम्भं अंतिए चाउज्जामाओ धम्माओ पंच महब्वइयं सप्पडिक्कमणं धम्म उव्वसंपज्जित्ता णं विहरित्तए, तए णं समणे भगवं महावीरे उदयं एवं वयासी-अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेहि। तएणं से उदए पेढालपुत्ते समणस्स भगवओ महावरस्स अंतिए चाउज्जामाओ धम्माओ
पंचमहब्वइयं सपडिक्कमण धम्म उवसंपज्जिता णं विहरइ त्ति बेमि ॥४०॥ અર્થ : ભગવાન ગૌતમસ્વામી ઉદક પેઢાલપુત્રની ઈચ્છા જાણીને તેઓને જ્યાં ભગવાન મહાવીર
સ્વામી વિચરતા હતાં ત્યાં લઈ ગયા. ઉદક પેઢાલપુત્રે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર વિધિપૂર્વક વંદના કરી, સ્તુતિ કરી, નમસ્કાર કર્યા. સ્તુતિ અને નમસ્કાર કર્યા પછી ભગવાન મહાવીર સ્વામીને કહે છે કે હે ભગવાન! હું આપની પાસે પાંચ મહાવ્રતરૂપ ધર્મને અગીકાર કરવા માંગું છું. આ સાંભળી ભગવાન મહાવીરે ઉદક પેઢાલપુત્રને કહ્યું કે અહે દેવાનુપ્રિયે! જે પ્રમાણે તમને સુખ થાય તે પ્રમાણે કરો ધર્મ કરવામાં વિલંબ ન કરે. આ પ્રમાણે ઉક પેઢાલપુત્રે પાંચ મહાવ્રત રૂપ ધર્મને અગીકાર કરી જિન પ્રણિત વચનનું પાલન કરવા લાગ્યાં. આ રીતે શ્રી સુધમસ્વામી તેમના શિષ્ય શ્રી જ બુસ્વામી વિગેરેથી ખીચખીચ ભરાયેલી પરિષદને સંબોધતાં કહે છે કે હે જંબુ! મે ભગવાન મહાવીર પાસેથી જે પ્રમાણે સાંભળ્યું છે તે જ પ્રમાણે હું તમને કહી સંભળાવુ છુ
શ્રી સૂયગડાંગથત” કે જેમાં બે સ્કછે વિસ્તૃતપણે ચર્ચાયા છે તેમનાં અનુવાદ યથા ચગ્ય રીતે સમજણપૂર્વક ચર્ચા કરી પૂર્ણ કરવામાં આવ્યા છે અથાત્ “શ્રી સુયગડાંગધ્રુત” નિર્વિધ્રપણે સપૂર્ણ થયું છે