________________
૨૩૪
અધ્યયન ૬
છે. પહેલો લાભ તેની મમતા વધારવાવાળો છે. સ સારામાં સાવદ્ય પ્રવૃત્તિ કરાવનાર છે તેથી તે લાભ તેને મહાન હાનિરૂપ જણાય છે. પણ ભગવાન મહાવીરને એવા પ્રકારનું
કંઈ જ નથી કારણ કે તેઓ સસારથી દ્રવ્ય અને ભાવે વિરકત બન્યા છે. मूलम्- णेगंत नच्चंतिय ओदए सो, वयंति ते दो वि गुणोदयंमि ।
से उदए साइमणंत पत्ते, तमुदयं साहयइ ताई णाई ॥२४॥ અર્થ - વળી આદ્રકુમાર કહે છે કે વેપારીને ઉદ્યમ ધંધામાં લાભ અને હાનિ બંને હાય છે. તો
એવા લાભાલાભથી શું ફાયદે? પરંતુ ભગવાન મહાવીરને કેવળજ્ઞાનીએ પ્રાપ્તિરૂપ લાભ આદિ અને અંત વિનાને છે વળી અનત અને પરમ શાંતિરૂપ લાભ તેમને નિરતર રહે છે અને વ્યાપારીને તે હર્ષ-શોકનાં દુઃખ નિરંતર રહેવાથી તેને શાંતિનો અંશ પણ
પ્રાપ્ત થતું નથી. मूलम्- अहिसयं सव्व पयाणुकंपी, धम्मेट्ठियं कम्मविवेगहेउं ।
तमाय दंडेहि समायरंता, अबोहीए ते पडिरूवमेयं ॥२५॥ અર્થ - આદ્રકુમાર પિતાનુ મતવ્ય અને સનાતન સત્ય સ્વરૂપને વધારે દઢ કરવા તેમજ ગોશાલાને
સનાતન સત્યની સમજણ વધારે આપવા માટે કહે છે, કે હે ગોશાલકા સમવસરણ આદિની ઈચ્છા ભગવાનને લેશમાત્ર હોતી નથી. પરંતુ દેવ સધર્મની ઉન્નતિ માટે તથા ભવ્ય છિના કલ્યાણ માટે આવા સમવસરણે તૈયાર કરે છે. તારા જેવા ભગવાન મહાવીરને વણિક સાથે સરખાવે તે તારૂં કેવળ અજ્ઞાન જ છે પ્રથમ તે તું સ્વયં કુમાર્ગમાં પ્રવૃત થઈ રહ્યો છે. અને ભગવાન ઉપર અસત્ય આક્ષેપ કરી રહ્યા છે. તેથી તુ તારા આત્માને
છેતરી રહે છે અને તુ સ્વયં બોધખીજનો નાશ કરનાર થઈ રહ્યો છે. मूलम्- पिन्नापिडीमवि विद्ध सूले, केइ पएज्जा पुरिसे इमेत्ति।
अलाउयं वावि कुमारएत्ति, सलिप्पती पाणी वहेण अम्हं ॥२६।। અર્થ - ગોશાલકને પરાજિત કરી આદ્રકમુનિ ભગવાનને વંદન કરવા માટે જેવા આગળ ચાલ્યા
તેવામાં શાક્યભિક્ષુકે (બૌદ્ધ) વચમાં ભેગાં થયા તેઓની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો બૌદ્ધભિક્ષુક આદ્રકુમારને કહે છે કે તમે ગોશાલકને યુક્તિપૂર્વક પરાજિત કર્યો તે બરાબર છે અમારા સિદ્ધાંતેમાં અંતરગ અનુષ્ઠાનને મોક્ષનું સાધન માનેલું છે. તે તમે સાંભળે. કેઈ એક પુરૂષ કેઈ અન્ય વસ્તુને મનુષ્ય ધારી તેને વધ કરે તો તેને મનુષ્યનાં ઘાતનું પાપ લાગે છે એમ અમારે સિદ્ધાંત છે શુભાશુભ બ ધનું મૂળ મનનાં પરિણામ ઉપર અવલંબે છે. કેઈ જીવની ઘાત ન થઈ હોય પણ ઘાત કરવામાં પરિણામ જે મનમાં
થયા હોય તે તેનું પાપ ઘાત સમાન જ છે એમ અમે માનીએ છીએ मूलम्- अहवावि विद्धण मिलक्खू सूले, पिन्नाग बुद्धिइ नरं पएज्जा ।
कुमारगं वावि अलाबुयंति, न लिप्पइ पाणि वहेण अम्हं ॥२७॥ અર્થ : વળી બૌદ્ધ ભિક્ષુક જુદી રીતે કહે છે કે હે આદ્રકુમાર! કોઈ અનાર્ય મનુષ્ય કોઈ પુરૂષના