________________
૨૪૦
અધ્યયન ૬ નારકી આદિ ગતિ લોભે નહિ. કેમકે તમે જીવને પરમાત્માને એક અંશ અને ક્રિયાશુન્ય માનો છે. તેથી તમારો મત એકાંતવાદી હોવાથી મિથ્યા છે અમારા મતમાં સર્વ પ્રદાર્થોનું અસ્તિત્વ છે. તમામ પદાર્થો ઉત્પાદ, વ્યય અને ધ્રુવયુક્ત છે. પ્રત્યેક જીવ પોતપોતાના કર્મ અનુસાર સુખ દુખ અલગ અલગ ભેગવે છે. આત્મા ભિન્ન ભિન્ન છે આત્માનો ચૈતન્ય-ગુણ શરીરમાં સ કેચ વિસ્તારરૂપ જણાય છે. તેથી આત્મા શરીર માત્ર વ્યાપી છે દ્રવ્યથી આત્મા નિત્ય છે પર્યાયમાં અનિત્ય છે. તેથી આત્મા કુટસ્થ નહિ પણ પરિણામી છે. તેથી તમારો મત બિલકુલ માનવા ચગ્ય નથી. અમે અનેકાંતવાદી છીએ. અને અનેકાંતવાદીનું શરણે
લેનાર જ મુક્તિ પામી શકે છે. मूलम्- लोयं अयाणित्तिह केवलेणं, कहंति जे धम्ममजाणमाणा।
णासंति अप्पाण परं च णट्ठा, संसार घोरंभि अणोरपारे ॥४९॥ અર્થ : જેણે કેવળજ્ઞાન દ્વારા લેકનાં વાસ્તવિક સ્વરૂપને જાણે નથી તેવા અજ્ઞાનીઓ લોકમાં જે
ધર્મની પ્રરૂપણું કરે છે તે અન્યથા છે. તેથી પિતાનાં અને પરનાં આત્માને ભ્રષ્ટ કરે છે
પિતે અને અન્ય જીવે પણ સસાર પરિભ્રમણ કરી અનંત દુખને ભેગવે છે. मूलम्- लोयं विजाणंत्तिह केवलेणं, पुनेण नाणेण समाहिजुत्ता।।
धम्म समत्तं च कहंति जे उ, तारंति अप्पाण परं च तिन्ना ॥५०॥ અર્થ - જે પુરૂષ કેવળજ્ઞાનથી સમાધિથી યુક્ત છે જેણે ત્રસ અને સ્થાવર પ્રાણીઓથી ભરેલો સમસ્ત
ચૌદ રજજુ પ્રમાણ લેકને હસ્તકમળવત્ એક સમયમાં જાણી રહ્યા છે તે જ પુરૂષ સંપુર્ણ જ્ઞાની છે એઓ જે શ્રુત અને ચારિત્રરૂપ ધર્મની પ્રરૂપણ કરે છે તે ધર્મથી જ સંસાર
સમુદ્ર તરી શકાય છે તે પોતે પણ તરે છે અને બીજાને પણ સંસારથી પાર ઉતારે છે. मलम- जे गरहियं ठाणमिहावसंति, जे यावि लोए चरणोववेया।
उदाहडं तं तु समं मईए, अहाउसो विप्परियासमेव ॥५१॥ અર્થ :- આ જગતમાં જે પુરૂષ નિદિત આચરણ કરે છે અને જે પુરૂષ ઉત્તમ આચરણ કરે છે તે
બન્નેને પિતાની મતિથી સમાન બતાવે છે અથવા શુભ અનુષ્ઠાન કરનારને અશુભ આચરણ કરનાર અને અશુભ આચરણ કરનારને શુભ આચરણ કરનાર કહે છે તે વિપરીત
પ્રરૂપણ કરે છે मलम- संवच्छरेणावि य एगमेगं, बाणेण मारेउ महागयं तु ।।
सेसाण जीवाण दयट्ठयाए, वासं वयं वित्ति पकप्पयामो ॥५२॥ અર્થ - એકદડી સાંખ્ય મતવાળાનાં મતનું ખંડન કરી આદ્રકુમાર આગળ જતાં રસ્તામાં હસ્તિ
તાપને મળે છે તેઓ કહે છે કે “હે કુમાર! જે તાપસ કદમૂળનુ સેવન કરે છે તથા તેને આશ્રયે રહેલાં ત્રસ અને સ્થાવર જીવેને નાશ કરે છે તેઓ મિથ્યાવાદીઓ છે અને દુર્ગતિમાં રખડવાવાળા છે. પણ અમે તે સમસ્ત જીવોની દયાના પાલન માટે વર્ષમાં એક જવાર મોટી કાયાવાળા ફકત એક જ હાથીને મારી અમારી આજીવિકા ચલાવીએ છીએ તેથી ઘણું જીની દયા પળાય છે. તેથી અમારો ધર્મ શ્રેષ્ઠ છે.